ITI Diploma Job: ITI ડિપ્લોમા કોર્સ કરનારને નોકરીની તકો

ITI Diploma Job : આપણા દેશમાં સરકારી નોકરીઓને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. ત્યાં સુધી કે કેટલાક લોકો તો સરકારી નોકરીઓ ક્યાં કોર્ષ કરવાથી મળે એ પ્રમાણે ભણતરમાં પણ આગળ વિકલ્પો પસંદ કરે છે. કેટલાક ઉમેદવારો પોતાના પોતાના પરિવારની જરૂરિયાત આધારે બને તેટલી વહેલી તકે નોકરી મેળવવા માંગતા હોય છે. આવા સંજોગોમાં જો ઉમેદવાર આઈટીઆઈ ડિપ્લોમા કોર્સ કરે તો તેના માટે સરકારી નોકરીઓની તકો વહેલી ખુલે છે.

ITI Diploma Job

આજે આપડે આ લેખમાં ITI Diploma Scope વિશે માહિતી મેળવીએ જે લોકો 10 અને 12 પાસ છે અને તેઓ ITI Diploma કોર્ષ વિશે થોડીક માહિતી મેળવીએ.

રેલવે સહીત ઘણી સરકારી નોકરીઓની તકો

ઉમેદવાર આઈટીઆઈ ડિપ્લોમા કોર્ષ કરે તો તેમને માટે આર્મી, રેલવે સહિત અન્ય કંપનીઓમાં પણ નોકરીના વિકલ્પો ખુલે છે. તેમને આ પ્રકારની અનેક સંસ્થાઓમાં નોકરીની ઓફર મળી શકે છે, આ માટે તમારે સંબંધિત આઈટીઆઈ ડિપ્લોમા પાસ કરવા ઉપરાંત તમારી પાસે ધોરણ 10 કે 12 પાસની લાયકાત પણ જોઈએ.

પ્રાઇવેટ કંપનીઓમાં નોકરીની તકો

સરકારી નોકરી ઉપરાંત દેશની મોટી મોટી કંપનીઓ રિલાયન્સ, ટાટા, અદાણી વગેરે કંપનીઓમાં પણ આઈટીઆઈ ડિપ્લોમા ધારકો માટે નોકરીઓની ઓફર હોય છે. શરૂઆતમાં પગાર ઓછો લાગશે પરંતુ અનુભવ અને લાયકાતના આધારે તમારો પગાર વધી શકે છે.

આ પણ ખાસ વાંચો:

Gujarat Police Bharti 2024 : ગુજરાત પોલીસ ભરતી 2024

Heat Wave: ગરમીમાં લૂ લાગવા (હીટવેવ) થી બચો

ટ્રેડનું ખાસ ધ્યાન રાખવું

તમે જયારે સરકારી કે ખાનગી આઈટીઆઇ સંસ્થામાં પ્રવેશ મેળવો ત્યારે તમારે ટ્રેડની પસંદગી કરવાની હોય છે. દરેક સંસ્થામાં દરેક ટ્રેડ મોજૂદ નથી હોતા તેથી તમે જે સંસ્થામાં પ્રવેશ લેવાના હોવ તેમાં ટ્રેડ પર ધ્યાન રાખવું.

ધોરણ 10 અને 12 + ITI પછી વિદ્યાર્થીઓ ડિપ્લોમા કોર્ષ કરી શકે છે. ડિપ્લોમા કોર્ષ કર્યા બાદ વિદ્યાર્થીને કરિયર માટે અનેક કોર્ષ મળી શકે છે. ડિપ્લોમા કોર્ષ બાદ નોકરીની તકો પણ મળે છે.

પ્રવેશ કઈ રીતે મેળવવાનો

જો તમે 10 કે 12 પાસ હોય તો તમે આઈટીઆઈમાં પ્રવેશ મેળવી શકો છો. હાલમાં દરેક તાલુકા મથકે સરકારી આઈટીઆઈ કોલેજો શરૂ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરીને આઈટીઆઈ માટે અરજી કરી શકે છે અને પૂરું થયા બાદ તમે ડિપ્લોમામાં પ્રવેશ મેળવી શકો છો. આઈટીઆઈ અને ડિપ્લોમા કોર્ષ પ્રવેશ માટે અમુક લાયકાત નક્કી કરવામાં આવી હોય છે તેનું ધ્યાન રાખવું.

ITI Diploma Jobઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment