TAT-1 અને TAT-2ના ઉમેદવારોની કાયમી ભરતી કરવા રાજ્ય સરકારનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, “રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.”

TAT-1 અને TAT-2ના ઉમેદવારો

રાજ્યની ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કસોટી અને યોગ્યતાના આધારે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે, “TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

વધુ વિગતો આપતા પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઈન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.” “જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઈન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.

આ પણ ખાસ વાંચો :

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસે

જાણો શું છે વિશ્વ સિકલ સેલ દિવસ અને શા માટે ઉજવવામાં આવે છે ?

Upcoming IPO

પશુપાલન યોજના 2024

પ્રવક્તા મંત્રીએ વધુમાં કહ્યું કે, “તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઈન એડ શાળાઓમાં કરવામાં આવી છે.” અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા TAT Secondary અને TAT higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે

Gandhinagar: ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો શિક્ષણલક્ષી ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતાં સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment