Heat Wave: ગરમીમાં લૂ લાગવા (હીટવેવ) થી બચો

Heat Wave: હાલમાં ઉનાળામાં સખત તડકો પડી રહ્યો છે તેથી ઘણી જગ્યાઓએ હીટ વેવની આગાહી કરવામાં આવી છે ચાલો તો આપને આજે આ લેખમાંથી હીટ વેવથી બચવા માટે કેટલાક સુચનોની ચર્ચા કરીએ.

Heat Wave

હીટ વેવથી બચવા માટે કેટલાક સુચનોની ચર્ચા આ મુજબ છે.

  • હીટ વેવ દરમ્યાન સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાઈ તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડાં પહેરવા, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો.
  • નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત અને બિમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી.
  • સીધા સૂર્ય પ્રકાશથી બચો.
  • ભીના કપડાંથી માથું ઢાંકી રાખો અવાર-નવાર ભીનાં કપડાંથી શરીર લૂછો વારંવાર ઠંડુ પાણી પીવું.
  • લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા.
  • બાળકો માટે કેસુડાનાં ફૂલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.
  • ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ ન્હાવું, શક્ય હોય તો ઘરના બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી.
  • દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાયામાં રહેવું.
  • બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો, લગ્ન પ્રસંગે દૂધ, માવાની આઈટમખાવી નહી.
  • ઉપવાસ કરવાનું ટાળવું, સર્વનું ભોજન 12:00 વાગ્યા સુધીમાં લઈ લેવું.
  • ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે. તેથી તેનું સેવન ટાળવું.

Heat Waveની ચેતવણીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નિકળવાનું ટાળવું.

આ પણ ખાસ વાંચો:

આધાર કાર્ડની પણ નીકળે છે હિસ્ટ્રી, કઈ-કઈ જગ્યાએ થયો છે ઉપયોગ પડી જશે ખબર

દેશભરમાં CAAનો અમલ

લૂ લાગવા (હીટવેવ) ના લક્ષણો

  • માથું દુઃખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો.
  • શરીરનું તાપમાન વધી જવું.
  • ખુબ તરસ લાગવી.
  • શરીરમાંથી પાણી ઓછું થઇ જવું.
  • ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા.
  • બેભાન થઇ જવું.
  • સુધ-બુધ ગુમાવી દેવી (Confusion).
  • અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી.

લૂ લાગવા (Heat Wave)ની અસર જણાઈ તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

નોંધ: આ માહિતી અમને વિવિધ સોશિયલ મીડિયા દ્વારા મળેલ છે તેથી હીટ વેવ દરમ્યાન શું શું કાળજી લેવી તેની માહિતી તમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાના અથવા સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા લેખ અવશ્ય વાંચી લેવા.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment