CAA Notification: દેશભરમાં CAAનો અમલ

CAA Notification: પાકિસ્તાન, અફ્ઘાનિસ્તાન, બાંગ્લાદેશના 6 લઘુમતિઓને મળશે નાગરિકતા, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ઈસાઈ લોકોને મળશે ભારતીય નાગરિકતા, 12 ડિસેમ્બર, 2019માં રાષ્ટ્રપતિએ આપી હતી મંજૂરી.

CAA જાહેરનામું

CAA જાહેરનામું: કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ એક મોટું પગલું છે. આ અંતર્ગત ત્રણ પડોશી દેશોના લઘુમતીઓ હવે ભારતીય નાગરિકતા મેળવી શકશે. આ માટે તેઓએ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

CAA Notification

CAA હેઠળ, મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત વેબ પોર્ટલ તૈયાર કર્યું છે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે.

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા વિસ્થાપિતોને ભારતમાં પોતાનું ‘કાયમી ઘર’ મળી જશે, કારણ કે તેમની ભારતની સત્તાવાર નાગરિકતા મળવા જઈ રહી છે. આ માટે મોદી સરકારે મોટી તૈયારી પૂરી કરી લીધી છે. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટું પગલું ભર્યું છે. મોદી સરકાર આજ રાતથી CAA (નાગરિકતા સુધારા કાયદો) લાગુ પાડવા જઈ રહી છે માટે ગૃહ મંત્રાલય તરફથી તેને સત્તાવાર લાગુ પાડતું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશન બહાર પાડ્યાં બાદ હવે દેશમાં સીએએ કાયદો લાગુ થઈ ગયો છે.

કોને મળશે નાગરિકતા?

નાગરિકતા આપવાનો અધિકાર સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર પાસે છે. પડોશી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તી સમુદાયોના વસાહતીઓને ભારતીય નાગરિકતા આપવા માટે 1955 ના નાગરિકત્વ અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. આવા સ્થળાંતરિત નાગરિકો, જેઓ તેમના દેશોમાં ધાર્મિક અત્યાચારોથી કંટાળીને ભારત આવ્યા હતા અને 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આશ્રય લીધો હતો. આ કાયદા હેઠળ, તે લોકોને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ગણવામાં આવ્યા છે, જેઓ માન્ય મુસાફરી દસ્તાવેજો (પાસપોર્ટ અને વિઝા) વિના ભારતમાં પ્રવેશ્યા છે અથવા માન્ય દસ્તાવેજો સાથે ભારત આવ્યા છે, પરંતુ નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય માટે અહીં રોકાયા છે.

આ પણ ખાસ વાંચો:

ગુજરાત RTE એડમિશન 2024 હેઠળ વિનામૂલ્યે ધોરણ-1 માં પ્રવેશની જાહેરાત

નાગરિકતા માટે આ કામ કરવું પડશે

સરકારે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરી છે. આ માટે એક ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. અરજદાર પોતાના મોબાઈલ ફોનથી પણ અરજી કરી શકે છે. અરજદારોએ તે વર્ષ જણાવવાનું રહેશે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં. નાગરિકતા સંબંધિત આવા તમામ પેન્ડિંગ કેસ ઓનલાઈન કન્વર્ટ કરવામાં આવશે. પાત્ર વિસ્થાપિત લોકોએ પોર્ટલ પર જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે બાદ ગૃહ મંત્રાલય તપાસ કરશે અને નાગરિકતા આપશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment