Lok Sabha Election Schedule 2024: સાત તબક્કામાં મતદાન, જાણો પૂરો કાર્યક્રમ

Lok Sabha Election Schedule 2024: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર, 7 તબક્કામાં મતદાન, 4 જૂને પરિણામ, પહેલાં તબક્કાનું મતદાન 19 એપ્રિલે, છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂન.

કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરી છે. 543 સીટો માટે સાત તબક્કામાં મતદાન થશે. 19 એપ્રિલથી 1 જૂન સુધી ચાલશે. પરિણામ 4 જૂને આવશે. મતદાનથી લઈને પરિણામ આવવામાં 46 દિવસ લાગશે. લોકસભાની સાથે 4 રાજ્યો – આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે.

Lok Sabha Election Schedule 2024

પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે. જ્યારે મતગણતરી 4 જૂને થશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત કરાઈ. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીની જાહેરાત કરાઈ.

જાહેરાત મુજબ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે, આગામી તા. 7 મે, 2024ના રોજ ચૂંટણી યોજાશે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ચૂંટણી યોજાશે. જ્યારે તેનું પરિણામ આગામી તા. 4 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

ગુજરાતની 26 લોકસભા બેઠકની સાથે 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓ યોજાશે. જેમાં વાઘોડિયા, ખંભાત, વિજાપુર, માણાવદર અને પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓ યોજાનાર છે. જ્યારે વિસાવદર બેઠકની જાહેરાત કરવામાં ન આવતા રાજકીય વર્તુળોમાં અવઢવ જોવા મળી રહી છે.

ગુજરાત લોકસભાની ચૂંટણી 2024 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી, ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે.

એટલું જ નહિં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરીક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરીયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી-વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.

19 એપ્રિલથી શરૂ થશે ચૂંટણી
આ વખતે લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે કહ્યું છે કે આ વખતે 19 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી શરૂ થશે અને 4 જૂનના રોજ પરિણામો જાહેર થશે. સાત તબક્કા આ પ્રમાણે છે….

તબક્કાતારીખ
પ્રથમ19 એપ્રિલ
બીજો26 એપ્રિલ
ત્રીજો7 મે
ચોથો13 મે
પાંચમો20 મે
છઠ્ઠો25 મે
સાતમો1 જૂન
પરિણામો4 જૂન

કયા રાજ્યમાં ક્યારે યોજાશે લોકસભા ચૂંટણી

પ્રથમ તબક્કો   સીટો   ક્યાં ક્યાં વોટિંગ
19 એપ્રિલ    102   અરુણાચલ (2), આસામ (5), બિહાર (4), છત્તીસગઢ (1), મધ્યપ્રદેશ (6), મહારાષ્ટ્ર (5), મણિપુર (2), મેઘાલય (2), મિઝોરમ (1), નાગાલેન્ડ (1) , રાજસ્થાન (12), સિક્કિમ (1), તમિલનાડુ (39), ત્રિપુરા (1), ઉત્તર પ્રદેશ (8), ઉત્તરાખંડ (5), પશ્ચિમ બંગાળ (3), આંદામાન અને નિકોબાર (1), જમ્મુ અને કાશ્મીર ( 1), લક્ષદ્વીપ (1), પુડુચેરી (1).
બીજું તબક્કોસીટો   ક્યાં ક્યાં વોટિંગ
26 એપ્રિલ89આસામ (5), બિહાર (5), છત્તીસગઢ (3), કર્ણાટક (14), કેરળ (20), મધ્યપ્રદેશ (7), મહારાષ્ટ્ર (8), મણિપુર (1), રાજસ્થાન (13), ત્રિપુરા (1) , ઉત્તર પ્રદેશ (8), પશ્ચિમ બંગાળ (3), જમ્મુ અને કાશ્મીર (1).
ત્રીજો તબક્કોસીટો   ક્યાં ક્યાં વોટિંગ
7 મે94 આસામ (4), બિહાર (5), છત્તીસગઢ (7), ગોવા (2), ગુજરાત (26), કર્ણાટક (14), મધ્યપ્રદેશ (8), મહારાષ્ટ્ર (11), ઉત્તર પ્રદેશ (10), પશ્ચિમ બંગાળ ( 4), દાદરા નગર હવેલી અને દમણ દીવ (2), જમ્મુ અને કાશ્મીર (1).
ચોથો તબક્કોસીટો   ક્યાં ક્યાં વોટિંગ
13 મે96આંધ્રપ્રદેશ (25), બિહાર (5), ઝારખંડ (4), મધ્યપ્રદેશ (8), મહારાષ્ટ્ર (11), ઓડિશા (4), તેલંગાણા (17), ઉત્તર પ્રદેશ (13), પશ્ચિમ બંગાળ (8), જમ્મુ -કાશ્મીર (1). 
પાંચમો તબક્કો સીટો   ક્યાં ક્યાં વોટિંગ
20 મે49બિહાર (5), ઝારખંડ (3), મહારાષ્ટ્ર (13), ઓડિશા (5), ઉત્તર પ્રદેશ (14), પશ્ચિમ બંગાળ (7), જમ્મુ અને કાશ્મીર (1), લદ્દાખ (1). 
છઠ્ઠો તબક્કો સીટો   ક્યાં ક્યાં વોટિંગ
25 મે57બિહાર (8), હરિયાણા (10), ઝારખંડ (4), ઓડિશા (6), ઉત્તર પ્રદેશ (14), પશ્ચિમ બંગાળ (8), દિલ્હી (7). 
સાતમો તબક્કોસીટો   ક્યાં ક્યાં વોટિંગ
1 જૂન57બિહાર (8), હિમાચલ પ્રદેશ (4), ઝારખંડ (3), ઓડિશા (6), પંજાબ (13), ઉત્તર પ્રદેશ (13), પશ્ચિમ બંગાળ (9), ચંદીગઢ (1).

કયા તબક્કામાં કયા રાજ્યોમાં ચૂંટણી

પ્રથમ તબક્કામાં 21 રાજ્યના કુલ 102 લોકસભા બેઠક પર વોટિંગ થશે. જ્યારે, બીજા તબક્કામાં 13 રાજ્યની 89 બેઠકો, ત્રીજા તબક્કામાં 12 રાજ્યની 94 બેઠક, 10 રાજ્યોની 96 બેઠક, 8 રાજ્યની 49 બેઠક, 7 રાજ્યની 57 બેઠક, 8 રાજ્યની 57 બેઠક પર વોટિંગ હશે.

4 રાજ્યમાં વિધાનસભા ચૂંટણી

સામાન્ય ચૂંટણી સાથે 4 રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. આંધ્ર પ્રદેશમાં 13 મેના રોજ ચૂંટણી યોજાશે. સિક્કીમ અને અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલના રોજ મતદાન. ઓડિશામાં મતદાન 13 મેથી 4 તબક્કામાં યોજાશે.

26 વિધાનસભામાં યોજાશે પેટાચૂંટણી

હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ સહિત 26 વિધાનસભામાં પેટાચૂંટણી યોજાશે.26 વિધાનસભામાં યોજાશે પેટાચૂંટણી

આ વખતે 97 કરોડ મતદાતા

  • મુખ્ય ચૂંટણી વડા રાજીવ કુમારે કહ્યું કે દેશમાં 98.8 કરોડ મતદાતા છે અને 10 લાખથી વધારે બૂથ વોટિંગ માટે હશે. રાજીવ કુમારે કહ્યું કે આપણા દેશની ચૂંટણી પર સમગ્ર દુનિયાની નજર રહેશે.
  • તેમણે કહ્યું કે આ વખતે 1.8 કરોડ મતદાતા પ્રથમ વખત મતદાન કરશે અને કુલ 21.5 કરોડ મતદાતા યુવા હશે. પુરુષ મતદાતાની સંખ્યા 49.7 કરોડ છે.

ચૂટણી પંચની મહત્વની વાતો…

  • લોકસભાનો કાર્યકાળ 16 જૂન સુધી છે.
  • હવે પક્ષોએ પોતાના ઉમેદવારોનો ક્રિમિનલ રેકોર્ડ તૈયાર કરવાનો રહેશે. આ સાથે એવી પણ માહિતી આપવાની રહેશે કે તે ઉમેદવારે શા માટે ટિકિટ આપવામાં આવી છે અને ક્ષેત્રમાંથી અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ શા માટે આપવામાં આવી નથી.
  • આ વખતે 85 વર્ષથી વધારે ઉંમરના મતદાતા ઘરેથી મત આપી શકે છે.
  • ચૂંટણી પંચે કહ્યું છે કે આ વખતે મહિલા મતદાતાની સંખ્યા વધી છે.
    અનેક વિસ્તાર તો એવા છે કે જ્યાં મહિલા મતદાતાની સંખ્યા પુરુષો કરતા વધારે છે. આ વખતે 85 લાખ 85 હજાર ફર્સ્ટ ટાઈમ મહિલા મતદાતા છે.
    દરેક જિલ્લામાં એક કન્ટ્રોલ રૂમ હશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment