Lok Sabha Election Date 2024: લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત

Lok Sabha Election Date 2024: ચૂંટણી કમિશ્નરની નિમણૂંક થયા બાદ આજે બપોરે ત્રણ વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે. ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 2024નું ટાઇમ ટેબલ અને નિયમો જાહેર કરશે.

આજે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરશે, આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે, કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે 3 કલાકે પત્રકાર પરિષદ યોજીને લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. તે સાથે જ દેશભરમાં તત્કાલ પ્રભાવથી આદર્શ આચારસંહિતા લાગુ થશે.

Lok Sabha Election Date 2024

લોકસભાની ચૂંટણીની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત કરશે. કેન્દ્રિય ચૂંટણી પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આ પત્રકાર પરિષદ લાઈવ જોઈ શકાશે. મહત્વનું છે કે, વર્ષ 2019માં ચૂંટણીની જાહેરાત 10 માર્ચે કરવામાં આવી હતી અને એપ્રિલ-મેમાં સાત તબક્કામાં મતદાન થયુ હતું.

લોકસભા ચૂંટણી 2024

ચૂંટણી પંચ આજે લોકસભા ચૂંટણીને લઈને બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજશે. જેમાં ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખોની સાથે સાથે નિયમો જાહેર કરશે. ચૂંટણીની તારીખો સાથે આચારસંહિતા અમલમાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાતથી આઠ તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે.

શું હોય છે આચારસંહિતા? દેશમાં સૌ પ્રથમવાર ક્યારે લાગુ કરવામાં આવી હતી? શેના પર હોય છે પ્રતિબંધ? જાણો અદભૂત ફેક્ટ્સ, તો ચાલો જાણીએ કે દેશમાં આચારસંહિતા ક્યારે શરૂ થઈ. તે શું છે અને તેના અમલીકરણ પછી પ્રતિબંધો શું છે?

આદર્શ આચારસંહિતા એ એક નિયમ છે જે ચૂંટણી દરમિયાન તમામ હોદ્દેદારો દ્વારા સ્વીકારવામાં આવે છે. તેનો હેતુ પ્રચાર, મતદાન અને ગણતરી સંગઠિત, સ્વચ્છ અને શાંતિપૂર્ણ રાખવાનો અને શાસક પક્ષો દ્વારા રાજ્ય મશીનરી અને નાણાંનો દુરુપયોગ અટકાવવાનો છે. જો કે, તેને કોઈ કાયદાકીય માન્યતા નથી. જોકે, સુપ્રીમ કોર્ટે અનેક વખત તેની પવિત્રતાને યથાવત રાખી છે. ચૂંટણી પંચને આદર્શ આચારસંહિતાના કોઈપણ ઉલ્લંઘનની તપાસ કરવા અને સજા જાહેર કરવાની સંપૂર્ણ સત્તા છે.

આ પણ ખાસ વાંચો:

CAA Notification: દેશભરમાં CAAનો અમલ

ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ થશે, ચૂંટણી પંચ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરે કે તરત જ આ સંહિતા અમલમાં આવે છે અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી અમલમાં રહે છે. ‘લીપ ઓફ ફેઇથ’ શીર્ષક ધરાવતા આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, “છેલ્લાં 60 વર્ષમાં સંહિતાનો વિકાસ થયો છે અને તેણે તેનું વર્તમાન સ્વરૂપ ધારણ કર્યું છે. તેના મૂળ કેરળમાં 1960 ની વિધાનસભાની ચૂંટણીઓથી શોધી શકાય છે, જ્યારે વહીવટીતંત્રે રાજકીય પક્ષો માટે ‘આચારસંહિતા’ વિકસાવવાનો પ્રયાસ કર્યો હતો, “તેમણે જણાવ્યું હતું.

આ પુસ્તક ચૂંટણી પંચ દ્વારા ભારતમાં ચૂંટણીની સફરના દસ્તાવેજ માટે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. “આદર્શ આચારસંહિતા સૌ પ્રથમ ભારતીય ચૂંટણી પંચ દ્વારા 26 સપ્ટેમ્બર, 1968 ના રોજ 1968-69 ની મધ્ય-ગાળાની ચૂંટણીઓ દરમિયાન ‘લઘુત્તમ આચારસંહિતા’ શીર્ષક હેઠળ જારી કરવામાં આવી હતી. આ કોડમાં 1979, 1982, 1991 અને 2013માં વધુ સુધારો કરવામાં આવ્યો હતો.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment