IPL 2024 Opening Ceremony: IPL 2024ની ઓપનિંગ સેરેમની ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે

IPL 2024 Opening Ceremony: એઆર રહેમાનથી લઈને સોનુ નિગમ સુધી, મોટા સ્ટાર્સ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે! IPLની 17મી સિઝન 22 માર્ચ 2024થી શરૂ થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.

IPL 2024 Opening Ceremony

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 શરૂ થવામાં વધુ સમય બાકી નથી. 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનારી મેચથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે. પહેલી મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. પરંતુ આ પહેલા રિપોર્ટ્સ મુજહ IPL 2024ની ઓપનિંગ સેરેમનીનું લિસ્ટ સામે આવ્યું છે.

IPL 2024 22 માર્ચથી શરૂ થશે, જ્યાં ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ માટે જ્યારે તેઓ સિઝનની શરૂઆત કરશે ત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આ તેમની નવમો પ્રસંગ હશે.

એમએસ ધોનીની ટીમ આ પહેલા 2009, 2011, 2012, 2018, 2019, 2020, 2022 અને 2023માં કરી ચૂકી છે. RCB vs CSK મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓની ઉત્તેજના વધી રહી છે, પરંતુ સૌ પ્રથમ ઓપનિંગ સેરેમની સૌનું ધ્યાન આકર્ષિત કરવા માટે તૈયાર હશે. દર વખતની જેમ આ વખતે પણ IPL 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ઘણા મોટા સ્ટાર્સ ભાગ લેશે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે સામાન્ય લોકો આ સમારોહ કેવી રીતે, ક્યારે અને ક્યાં જોઈ શકશે.

IPLની ઓપનિંગ સેરેમની હંમેશા ભવ્ય રીતે થાય છે. ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના શ્રેષ્ઠ ગાયકો અને સ્ટાર્સ પરફોર્મ કરશે. આ ઉપરાંત, ફટાકડા, સંગીત અને ડ્રોન શો પણ છે જે બધાને મંત્રમુગ્ધ કરી દેશે. IPLની શરૂઆત 2008માં 8 ટીમો સાથે થઈ હતી અને 2022માં બે નવી ટીમોના ઉમેરા સાથે તેની સંખ્યા વધીને દસ થઈ ગઈ છે. આ સિવાય 13 થી વધુ ક્રિકેટ રમતા દેશોના પ્રખ્યાત ખેલાડીઓ IPLમાં રમે છે.

આ પણ ખાસ વાંચો:

Lok Sabha Election Schedule 2024: સાત તબક્કામાં મતદાન, જાણો પૂરો કાર્યક્રમ

ઓપનિંગ સેરેમનીમાં કોણ પરફોર્મ કરશે?

રિપોર્ટ મુજબ બોલિવુડની જાણીતી હસ્તીઓ IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી શકે છે. અક્ષર કુમાર-ટાઈગર શ્રોફ ખાસ પરફોર્મન્સ કરી શકે છે. આ સિવાય 22મી માર્ચે એમએ ચિદ્રમ સ્ટેડિયમમાં સોનુ નિગમ અને એઆર રહેમાનના અવાજનો જાદુ છવાઈ જશે. પરંતુ આ લિસ્ટને હજુ સુધી BCCI દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત IPL 2023ની ઓપનિંગ સેરેમની ખૂબ જ યાદગાર રહી હતી. જ્યાં અરિજિત સિંહે પોતાની ગાયકીથી સૌના દિલ જીતી લીધા હતા.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment