GSEB HSC Answer Key 2024: ગુજરાત બોર્ડે જાહેર કરી ધોરણ 12 સાયન્સની આન્સર કી

GSEB HSC Answer Key 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 12 સાયન્સની બોર્ડની પરીક્ષાની તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આન્સર કી અંગે કોઇ રજૂઆત હોય તો વિદ્યાર્થીઓ આગામી 30 માર્ચ સુધીમાં રજૂઆત કરી શકે છે.

GSEB HSC Answer Key 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ઉ.મા.પ્ર.પરીક્ષા, માર્ચ-૨૦૨૪, વિજ્ઞાન પ્રવાહના ગણિત (૦૫૦), રસાયણ વિજ્ઞાન (૦૫૨), ભૌતિક વિજ્ઞાન (૦૫૪), જીવ વિજ્ઞાન (૦૫૬) વિષયના પ્રશ્નપત્ર સેટ (T.Q.P.) નંબર 1 થી 20 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે.

12 સાયન્સની આન્સર કી

આન્સર-કી અંગે કોઈ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલ નિયત નમૂનામાં વિષયવાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત E-MAIL ID: [email protected] ઉપર તારીખ 30/03/2024, શનિવાર સાંજે ૧૮:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે. ત્યારબાદની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહી. રજૂઆત ફક્ત E-MAIL મારફતે સ્વીકારવામાં આવશે. જેની પ્રશ્નદીઠ નિયત ફી રૂ.૫૦૦/- ચલણથી “SBI BANK”માં ભરવાની રહેશે. ચલણનો નમૂનો બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. રજૂઆત સાથે નાણાં ભરેલ ચલણની નકલ E-MAIL મારફતે અવશ્ય મોકલી આપવાની રહેશે. ચલણ સિવાયની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

આ પણ ખાસ વાંચો:

સાત તબક્કામાં મતદાન, જાણો પૂરો કાર્યક્રમ

ગુજરાત RTE એડમિશન 2024 હેઠળ વિનામૂલ્યે ધોરણ-1 માં પ્રવેશની જાહેરાત

વધુમાં જણાવવાનું કે જે પ્રશ્નની રજૂઆત કરેલ છે તે સાચી ઠરશે તો તે પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે. જેની નોંધ લેશો.

કેવી રીતે ડાઉનલોડ કરશો આન્સર કી 2024

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જાઓ.
  • આ વેબસાઇટના હોમ પેજ પર બોર્ડ વેબસાઇટ પર ક્લિક કરો.
  • બોર્ડ વેબસાઇટ પર ક્લિક કર્યા બાદ અન્ય વેબસાઇટ ખુલશે. જેમાં ન્યૂ હાઇલાઇટ્સ પર ક્લિક કરો.
  • ન્યૂ હાઇલાઇટ્સ પર ક્લિક કરવાથી HSCE Science March 2024 Provisional Answer Key લખેલું હશે તેના પર ક્લિક કરો
  • તેના પર ક્લિક કરવાથી એક પીડીએફ ખુલશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક:

ઓફિશ્યલ આન્સર કીઅહીંથી ડાઉનલોડ કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment