GSSSB ઓફીસ આસિસ્ટન્ટ ભરતી 2024: 31 જાન્યુઆરી સુધી ભરી શકાશે ફોર્મ

GSSSB ઓફીસ આસિસ્ટન્ટ ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB ) દ્વારા ઓફીસ આસિસ્ટન્ટ ની 210 જગ્યાઓ માટે ભરતી જાહેર, સતાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે,અરજી કરવાની છેલ્લી તારીખ 31/01/2024 છે.

GSSSB ઓફીસ આસિસ્ટન્ટ ભરતી 2024

GSSSB Office Assistant Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB ) દ્વારા ઓફીસ આસિસ્ટન્ટ ની 210 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જોબ ઇચ્ચછૂક મિત્રો એ સતાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર વિવિધ પોસ્ટ માટેની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે | હેડ કલાર્ક ભરતી 2024 | GSSSB Office Assistant Recruitment 2024 | Total Vacancies: 210 | છેલ્લી તારીખ : 31.01.2024

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સીટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ-1956ની કલમ હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.

આ પણ ખાસ વાંચો:

GSSSB ઓફીસ આસિસ્ટન્ટ ભરતી 2024: 31 જાન્યુઆરી સુધી ભરી શકાશે ફોર્મ

GSSSB હેડ ક્લાર્ક ભરતી 2024: હેડ કલાર્ક ભરતી જાહેર, 31 જાન્યુઆરી સુધી ભરી શકાશે ફોર્મ

GSSSB જુનીયર ક્લાર્ક ભરતી 2024: GSSSB દ્વારા જુનિયર કલાર્કની 2018 જગ્યા માટે ભરતી જાહેર

Gujarat Gyan Guru Quiz 2.0 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 માટે 24 ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન શરુ @g3q.co.in

ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈશે.

ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

વય મર્યાદા

ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

તારીખ 31-01-2024ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ આપવામાં આવશે.

પરીક્ષા ફી

સામાન્ય વહીવટ વિભાગના તારીખ 18-05-2023ના જાહેરનામાની જોગવાઈ-11 મુજબ ગુજરાત ગૌણ સેવા, વર્ગ 3 (ગ્રુપ એ તથા ગ્રુપ બી) (સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા) માટે પરીક્ષા ફીના દર નીચે મુજબ રહેશે.

વર્ગપ્રાથમિક પરીક્ષા ફી
બિન અનામત વર્ગરૂ. 500/-
અનામત વર્ગ (તમામ કેટેગરીની મહિલા, સા.શૈ.પ.વર્ગ, અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો)રૂ. 400

ઉમેદવારોએ પરીક્ષા ફી 02-02-2024 (23:59) સુધી ફરજીયાત ઓન-લાઈન ભરવાની રહેશે. આ ફી રોકડમાં, ડિમાંડ ડ્રાફ્ટથી, ભારતીય પોસ્ટલ ઓર્ડર, પે-ઓર્ડર કે અન્ય કોઈ સ્વરૂપે ફી સ્વીકારવામાં આવશે નહી જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

નોંધ: લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ જાહેરાતમાં આપેલ તમામ માહિતી વિસ્તાર પૂર્વક વાંચો અને ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરો

GSSSB ઓફીસ આસિસ્ટન્ટ ભરતી 2024 ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પરીક્ષા પદ્ધતિથી કરવામાં આવશે. પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.

  • પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ A અને ગ્રુપ B માટે સંયુક્ત પરીક્ષા) (CBRT પદ્ધતિથી)
  • મુખ્ય પરીક્ષા

GSSSB ઓફીસ આસિસ્ટન્ટ ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.

GSSSB ઓફીસ આસિસ્ટન્ટ ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • અરજી શરૂ તારીખ : 04-01-2024 (14-00 કલાક)
  • અરજી છેલ્લી તારીખ : 31-01-2024 (23.59 કલાક)
સત્તાવાર જાહેરાતઅહીંથી વાંચો
ઓનલાઈન અરજી કરોઅહીંથી કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

Leave a Comment