Gujarat Gyan Guru Quiz 2.0 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 માટે 24 ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન શરુ @g3q.co.in

Gujarat Gyan Guru Quiz 2.0: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 નું 3 કેટેગરીમાં આયોજન, 24 ડિસેમ્બરથી g3q.co.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન થઈ શકશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) 2.0 વિશે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યનો યુવા વિદ્યાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બની ગુજરાતને સંપુર્ણપણે જાણી આત્મનિર્ભર ગુજરાતની પહેલ સાથે દ્રઢતાથી જોડાઈ શકે તે હેતુથી “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) 2.0”નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.24મી ડીસેમ્બર, 202૩ના રોજ રાજકોટ ખાતેથી આ ક્વિઝનો શુભારંભ કરાવશે.

ક્વિઝ અંગે / About the Quiz

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

Gujarat Gyan Guru Quiz 2.0

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ(G3Q 2.0)માં સ્પર્ધકને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે જેમાં ધોરણ 9 થી 12 શાળા કક્ષાના વિદ્યાર્થીઓની કેટેગરી, કોલેજો અને યુનિવર્સિટી કક્ષાના વિદ્યાર્થીઓની કેટેગરી અને 18 અને 18 વર્ષથી ઉપરના નાગરિકોની કેટેગરી રાખવામાં આવી છે. આ ત્રણ કેટેગરીમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધક www.g3q.co.in (G3Q 2.0 પોર્ટલ) પર પોતાના મોબાઈલ, ટેબ્લેટ અથવા કોમ્પ્યુટરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે.

ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0) ના ઉદ્દેશો

  • એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
  • સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
  • વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
  • કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
  • ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તારીખ 24th December 2023 ના રોજ ઑનલાઇન G3Q 2.0 ક્વિઝના શુભારંભ કર્યા બાદ સાંજે 6 વાગ્યા થી રજીસ્ટ્રેશન કરી શકશે અને ક્વિઝ રમી શકશે.

  • સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 ગૂગલ પર સર્ચ કરો.
  • સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
  • સ્ટેપ 3– રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.
  • જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.
રજીસ્ટ્રેશન કરવાની લિંકરજીસ્ટ્રેશન અહીંથી કરો
Gujarat Gyan Guru Quiz 2.0
Gujarat Gyan Guru Quiz 2.0

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

5 thoughts on “Gujarat Gyan Guru Quiz 2.0 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 માટે 24 ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન શરુ @g3q.co.in”

Leave a Comment