Up coming IPO : રોકાણકારો પૈસા તૈયાર રાખજો,કમાણી કરાવવા આવી રહ્યા છે આ IPO

Table of Contents

શેર માર્કેટમાંથી કમાણી કરનારાઓ માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે 6 કંપનીઓના IPO લોન્ચ થવા જઈ રહ્યા છે. જો તમે IPOમાં રોકાણ કરવા માંગતા હોવ તો આવતા અઠવાડિયે તમારી પાસે એક મોટી તક છે. ચાલો તમને આવનાર IPO વિશે સંપૂર્ણ માહિતી આપીએ.

જો તમે પણ શેરબજારમાંથી કમાણી કરો છો અથવા કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આવતા અઠવાડિયે શેરબજારમાં ઘણા IPO આવવાના છે. ઘણી કંપનીઓ આવતા અઠવાડિયે એક પછી એક તેમના IPO લોન્ચ કરવા જઈ રહી છે, જેમાં રોકાણ કરીને તમે સારા પૈસા કમાઈ શકો છો.

Up coming IPO

તાજેતરમાં પણ ઘણી કંપનીઓના IPO લોન્ચ કરવામાં આવ્યા છે, જેણે રોકાણકારોને સારો નફો આપ્યો છે. આવી સ્થિતિમાં, જો તમે IPOમાં રોકાણ કરવાનું પસંદ કરો છો, તો પછીના અઠવાડિયે તમારી પાસે મોટી તક છે. ચાલો તમને આવતા અઠવાડિેયે આવનાર IPOની સંપૂર્ણ વિગતો જણાવીએ.

આવતા અઠવાડિયે પ્રાઈમરી માર્કેટમાં કુલ 5 આઈપીઓ લોન્ચ થવા જઈ રહ્યા છે. તેમાં 4 SME IPO અને એક મેઇનબોર્ડ IPOનો સમાવેશ થાય છે. મેઈનબોર્ડ આઈપીઓ ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સનો છે. વિરાટ અને અનુષ્કાએ પણ આમાં પૈસા લગાવ્યા છે.

આ પણ ખાસ વાંચો:

GCAS Registration Portal : ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ (GCAS – જીકેસ) રજીસ્ટ્રેશન પોર્ટલ

Yodha on OTT : ફેન્સએ જોવી પડશે રાહ! સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘યોદ્ધા’ આ તારીખે ઓટીટી પર ફ્રીમાં જોવા મળશે

ભારતીય ઇમલ્સિફાયરનો IPO આવતા અઠવાડિયે 13મી મેના રોજ ખુલવા જઈ રહ્યો છે. ભારતીય ઇમલ્સિફાયર SME IPO છે. આમાં 15 મે સુધી પૈસા રોકાણ કરવાની તક મળશે. શેરનું લિસ્ટિંગ 22 મેના રોજ થશે. મનદીપ ઓટો ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ પણ 13મી મેના રોજ ખુલવા જઈ રહ્યો છે. આ IPO 15 મેના રોજ બંધ થશે. જ્યારે વેરિટાસ એડવર્ટાઇઝિંગનો SME IPO 13 થી 15 મે વચ્ચે ખુલશે. શેરનું લિસ્ટિંગ 21 મેના રોજ થશે.

ત્રણેય કંપનીઓ રૂ. 8.48 કરોડ, રૂ. 25.25 કરોડ અને રૂ. 42.39 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. ત્યારે, ક્વેસ્ટ લેબોરેટરીઝનો 15 મેના રોજ ખુલવાનો છે. આ ઈસ્યુ 17 મે સુધી ખુલ્લો રહેશે, જેના દ્વારા કંપની રૂ. 43 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

બેંગલુરુ સ્થિત ઈન્સ્યોરટેક સ્ટાર્ટઅપ ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ 15 મેના રોજ તેનો IPO લોન્ચ કરશે અને ઈશ્યુ 17 મે સુધી પબ્લિક સબસ્ક્રીપ્શન માટે ઉપલબ્ધ રહેશે. કંપનીએ પ્રતિ શેર 258-278 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ મુજબ, IPOમાં રૂ. 1,125 કરોડના નવા શેર જાહેર કરવામાં આવશે અને 54,766,392 શેરની ઓફર ફોર સેલ (OFS) કરવામાં આવશે. ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ આઈપીઓની લોટ સાઈઝ 55 ઈક્વિટી શેર છે. આ પછી 55 ઇક્વિટી શેરના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment