Yodha on OTT : ફેન્સએ જોવી પડશે રાહ! સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘યોદ્ધા’ આ તારીખે ઓટીટી પર ફ્રીમાં જોવા મળશે

Yodha on OTT : ‘યોધા’માં સિદ્ધાર્થ મલ્હોત્રા ઉપરાંત રાશિ ખન્ના અને દિશા પટાનીએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મને ફેન્સ અને ક્રિટીક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

Yodha on OTT : ‘યોદ્ધા’ (Yodha) ફિલ્મ પુષ્કર ઓઝા અને સાગર અંબ્રે દ્વારા નિર્દેશિત છે, જે 15 માર્ચે થિયેટરમાં રિલીઝ થઈ હતી. એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફિલ્મમાં એક સૈનિકની ભૂમિકા ભજવી હતી, જે સ્પેશિયલ ફોર્સનો મેમ્બર છે. જો કે ફિલ્મની થિયેટરમાં ખાસ એટલી ચાલી ન હતી. પરંતુ હવે આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મ ‘યોધા’નું બજેટ 55 કરોડ રૂપિયા હતું. આ ફિલ્મે માત્ર 33 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

‘યોધા’માં સિદ્ધાર્થ મલ્હોત્રા ઉપરાંત રાશિ ખન્ના અને દિશા પટાનીએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મને ફેન્સ અને ક્રિટીક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જોકે, એક્શન-થ્રિલર ફિલ્મ ‘યોધા’ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. જે લોકો સિદ્ધાર્થ મલ્હોત્રાના ફેન્સ છે અને થિયેટરમાં ફિલ્મ ‘યોધા’ જોવાનું ચૂકી ગયા છે, તેઓ હવે આ ફિલ્મ ઘરે બેઠા સરળતાથી જોઈ શકશે.

આ પણ ખાસ વાંચો:

Aaj Nu Rashifal, 27 April 2024: મિથુન રાશિના જાતકોએ નવું કામ કરતા પહેલા 100 વાર વિચારવું, વાંચો આજનું રાશિફળ

UPSC Exam Calendar 2025: યુપીએસસી પરીક્ષા 2025 કેલેન્ડર જાહેર, અહીં જાણો ક્યારે કઈ પરીક્ષા લેવાશે?

ફિલ્મ ‘યોધા’ પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. જો તમે આ ફિલ્મને ઝડપથી જોવા માંગો છો, તો તમે 349 રૂપિયા ખર્ચીને તરત જ OTT પ્લેટફોર્મ પર જોઈ શકો છો. જો તમે આ ફિલ્મ બિલકુલ ફ્રીમાં જોવા માંગતા હોવ તો તમારે તેના માટે 10 મે સુધી રાહ જોવી પડશે. આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી હતી.

યોધા ફિલ્મનું નિર્દેશન સાગર અંબ્રે અને પુષ્કર ઓઝાએ કર્યું છે. તે અપૂર્વ મહેતા, હીરૂ જોહર, કરણ જોહર અને શશાંક ખેતાન દ્વારા નિર્મિત છે. મોટા પડદા પર સિદ્ધાર્થ અને રાશિ ખન્નાની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ બંને સિવાય દિશા પટાનીએ પણ તેના કામ માટે ચાહકો તરફથી પ્રશંસા મેળવી હતી. હવે જોઈએ કે આ ફિલ્મ OTT પર કેવી ચાલે છે.

સિદ્ધાર્થની ફિલ્મો

સિદ્ધાર્થ મલ્હોત્રાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે ડિરેક્ટર શાંતનુ બાગચીની ફિલ્મ ‘મિશન મજનૂ’માં જોવા મળ્યો હતો. આ એક સ્પાય થ્રિલર એક્શન ડ્રામા ફિલ્મ છે. રશ્મિકા મંદન્ના આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે, જે પાકિસ્તાનમાં ભારતના RAW મિશન વિશે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment