Lok Sabha Election 2024 Phase 1: દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો તમામ રાજ્યોના આંકડા

Lok Sabha Election 2024 Phase 1: દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો તમામ રાજ્યોના આંકડા. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 લોકસભા સીટો પર મતદાન થ પૂર્ણ થયું છે.

Lok Sabha Election 2024 Phase 1

આજે લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 1600થી વધુ ઉમેદવાર મેદાને છે. આ તબક્કામાં 9 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલનું ભાગ્ય EVMમાં કેદ થયું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું છે.

દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ

Lok Sabha Election 2024 Voting LIVE: પ્રથમ તબક્કાનું વોટિંગ પૂર્ણ, પશ્ચિમ બંગાળમાં રેકોર્ડ 77.57% મતદાન, સાંજે 5 વાગ્યા સુધી જાણો કયા રાજ્યમાં કેટલું મતદાન થયું?

લોકસભા ચૂંટણી 2024

પ્રથમ તબક્કામાં તમિલનાડુ (39), ઉત્તરાખંડ (5), અરુણાચલ પ્રદેશ (2), રાજસ્થાન (12), મહારાષ્ટ્ર (5), આસામ (5), બિહાર (4), મધ્યપ્રદેશ (6), ઉત્તર પ્રદેશ (8), પશ્ચિમ બંગાળ (3) અને ત્રિપુરા, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢ 1-1 સીટ પર મતદાન થયું છે.

તેજસ્વી યાદવનો મોટો દાવો

બિહારના ભૂતપૂર્વ નાયબમુખ્યમંત્રી અને RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે પ્રથમ તબક્કાની ચાર બેઠક તેઓ જીતી રહ્યા છે. લોકો ખૂબ જ ઉત્સહ સાથે ભાગ લઈ રહ્યા છે. અત્યારની સરકાર પ્રત્યે લોકો ખૂબ ગુસ્સામાં છે. બિહાર આ વખતે ચોંકાવનારા પરિણામો આપશે.

આ પણ ખાસ વાંચો:

UPI એટલે શું? : UPI વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી

કલર ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો

પ્રથમ તબક્કામાં 16.63 કરોડ મતદાતા

ચૂંટણી પંચની માહિતી પ્રમાણે પ્રથમ તબક્કામાં 16.63 કરોડ મતદાતા છે. તેમાં 8.4 કરોડ પુરુષો અને 8.23 કરોડ મહિલા મતદાતા છે. આ પૈકી 35.67 લાખ મતદાતા એવા છે કે જે પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 20થી 29 વર્ષની ઉંમરના મતાદાની સંખ્યા 3.51 કરોડ છે. આ પૈકી 1.87 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.

અનેક હસ્તીઓએ કર્યું મતદાન

ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરમ, RSS વડા મોહન ભાગવત, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, અભિનેતા રજનિકાંત સહિત અનેક હસ્તીઓએ મતદાન કર્યું છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment