રોજના 50 રૂપિયા જમા કરાવવા પર મળશે 35 લાખ, જાણો શું છે આ પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના

Post Office Gram Suraksha Yojana : ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટ ઓફિસની ગ્રામીણ ટપાલ જીવન વીમા યોજના જે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે શરુ કરવામાં આવી છે. પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ કરાયેલી ઘણી ગ્રામીણ પોસ્ટલ જીવન વીમા યોજનાઓમાં પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના સૌથી લોકપ્રિય છે.

પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના

આ યોજનામાં તમે દરરોજ 50 રૂપિયાનું રોકાણ કરી શકો છો અને મેચ્યોરિટી પર 35,00,000 રૂપિયાની રકમ મેળવી શકો છો. આ યોજના ખાસ કરીને ગ્રામીણ વસ્તી ના લોકો માટે બનાવવામાં આવી છે. આ પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના માં 19 વર્ષથી 55 વર્ષની વચ્ચેની વ્યક્તિ રોકાણ કરી શકે છે.આ યોજનામાં વીમાની લઘુત્તમ રકમ 10,000 રૂપિયા અને મહત્તમ રૂપિયા 10 લાખ હોઈ શકે છે. ગ્રામ સુરક્ષા યોજનામાં પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે જમા કરી શકાય છે.

આ પણ ખાસ વાંચો:

Lok Sabha Election 2024 Phase 1: દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો તમામ રાજ્યોના આંકડા

UPI એટલે શું? : UPI વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી

ગ્રામ સુરક્ષા યોજનાનો લાભ કઈ રીતે લેવો ?

આ પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના માં તમારે દરરોજ 50 રૂપિયાનું રોકાણ એટલે કે મહિનાના 1500 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જેમાં તમને 35 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મળી શકે છે. જો રોકાણકર લાભાર્થી 80 વર્ષની વયે મૃત્યુ પામે છે. તો બોનસ સહિતની સમગ્ર રકમ લાભાર્થીના નોમની ને આપવામાં આવે છે. વધુ માહિતી માટે તમે પોસ્ટ ઓફિસની સત્તાવાર સાઇટ www.indiapost.gov.in પર જઈ શકો છો. અથવા તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરીને લાભ મેળવી શકો છો.

ગ્રામ સુરક્ષા યોજના જરૂરી દસ્તાવેજો

ગ્રામ સુરક્ષા વીમા યોજના માટે અરજી કરવા માટે સબમિટ કરવાના જરૂરી દસ્તાવેજોની યાદી નીચે આપેલ છે:

  • ઉંમરનો પુરાવો
  • સરનામાનો પુરાવો
  • ઓળખનો પુરાવો
  • તબીબી પરીક્ષકની ઘોષણા
  • ASP (વાર્ષિક સેવા પ્રદાતા) / SDI (સબ કોન્ટ્રાક્ટર ડિફોલ્ટ વીમો) દ્વારા પ્રમાણપત્ર
  • એજન્ટ/FO (PLI)/DO (વિકાસ અધિકારી) દ્વારા પ્રમાણપત્ર

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment