Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024, જાણો લાયકાત, છેલ્લી તારીખ સહિત તમામ વિગત

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી ની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર આવી રહ્યા છે પી.એસ.આઇ અને પોલીસ કોન્સ્ટેબલ ની કુલ 12472 જગ્યાઓ પર ભરતી આવી છે. જેની વિગતવાર નોટીફીકેશન બહાર પાડવામા આવી છે. તારીખ 4-4-2024 થી તા. 30-4-2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ લેખમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 ની જરૂરી વિગતો જાણીશું.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024: ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે. આ લેખ માં પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની માહિતી આ લેખ માં મળી જશે.

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024

ભરતી બોર્ડગુજરાત પોલીસ બોર્ડ
પોસ્ટપોલીસ કોન્સ્ટેબલ
જાહેરાત ક્રમાંકGPRB/202324/1
ખાલી જગ્યા12,000
અરજી પ્રકારઓનલાઈન
સત્તાવાર વેબસાઇટlrdgujarat2021.in

ખાલી જગ્યાઓ

જગ્યાનું નામખાલી જગ્યાઓ
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ)1000
જેલ સિપોઇ (પુરૂષ)1013
જેલ સિપોઇ (મહિલા)85
કુલ જગ્યાઓ12,000

શૈક્ષણિક લાયકાત

  • પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માટે શૈક્ષણિક લાયકાત તરીકે ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત મેળવેલી હોવી જોઇએ.

ઉંમર મર્યાદા

  • પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે લઘુતમ વયમર્યાદા 18 વર્ષ જયારે મહતમ વયમર્યાદા 33 વર્ષ નિયત કરવામા આવી છે. (30/04/1991 થી 30/04/2006 સીધમાં જન્મેલ)

પસંદગી પ્રક્રિયા

  • શારીરિક માપદંડ કસોટી
  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

શારીરિક માપદંડ કસોટી ધોરણો

  • પુરૂષ ઉમેદવારો એ 5000 મીટર દોડ વધુ મા વધુ 25 મીનીટ મા પુરી કરવાની રહેશે.
  • મહિલા ઉમેદવારો એ 1600 મીટર દોડ વધુ મા વધુ 9 મીનીટ અને 30 સેકન્ડ મા પુરી કરવાની રહેશે.
  • એકસ સર્વિસમેન ઉમેદવારો એ 2400 મીટર દોડ વધુ મા વધુ 12 મીનીટ અને 30 સેકન્ડ મા પુરી કરવાની રહેશે.

(A) પુરૂષ ઉમેદવારો માટે શારીરિક ધોરણો નીચે મુજબ નિયત કરવામાં આવેલ છે.

વર્ગઊંચાઇછાતી (ફુલાવ્યા વગર)છાતી (ફુલાવેલી)
અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે1627984
અન્ય તમામ ઉમેદવારો માટે1657984

(b) મહિલા ઉમેદવારો માટે શારીરિક ધોરણો નીચે મુજબ નિયત કરવામાં આવેલ છે.

વર્ગઊંચાઇ(સે.મી.) મા
અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે150
અન્ય તમામ ઉમેદવારો માટે155

લેખિત પરીક્ષા

  • શારીરિક ક્ષમતા કસોટીતથા શારીરિક માપદંડ કસોટી માં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને Objective MCQ Test માં બોલાવવામાં આવશે.
  • 200 ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે: આ પેપર બે ભાગમાં હશે, પાર્ટ-એ અને પાર્ટ-બી અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ટકા ગુણ ફરજિયાત છે.

આ પણ ખાસ વાંચો:

Black Grapes Benefits | કાળી દ્રાક્ષ ના ફાયદા | કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા

વર્ષ 2024નું પહેલું સૂર્ય ગ્રહણ આજે થશે

ઓનલાઇન અરજી ફી

અરજીનો પ્રકારફી
PSI સંવર્ગરૂ. 100
લોકરક્ષક સંવર્ગરૂ. 100
બંને (PSI + LRD)રૂ. 200

અરજી કેવી રીતે કરવી?

પોલીસ કોન્સ્ટેબલની આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.

  • સૌપ્રથમ, તમારા પર https://ojas.gujarat.gov.in ની મુલાકાત લો.
  • હવે, મેંનુ પર જાઓ અને ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરો
  • વિભાગ દ્વારા જાહેરાત પસંદ કરો: LRB (લોકરક્ષક ભરતી બોર્ડ)
  • ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/માતા/પતિનું નામ જે ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ છે તે મુજબ જ દર્શાવવાનું રહેશે.
  • અરજદારે અરજી કરતી વખતે પોતાની સાથે રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્કેન કરવા માટે પોતાની સહી, જરૂરી પ્રમાણપત્રો અને પૂરાવા રાખવા. જેથી તેના આધારે જ સાચી માહિતી અરજીમાં ભરી શકાય.
  • ઓનલાઇન અરજી કન્ફર્મ કરીને અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
  • છેલ્લે, તમારું પોલીસ કોન્સ્ટેબલ ફોર્મ સબમિટ કરો અને ફી ઓનલાઈન/ઓફલાઈન ચૂકવો.
  • હવે, તમારું અરજી ફોર્મ અને ફી ચુકવણી રસીદો પ્રિન્ટ કરો.

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 4-4-2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 30-4-2024

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment