Chia Seeds In Gujarati | ચિયા બીજ શું છે? | જાણો તેના ફાયદા અને ઉપયોગ

Chia Seeds In Gujarati: નમસ્તે મિત્રો, આજે આપણે ચિયા બીજ શું છે? (Chia Seeds In Gujarati Meaning) વિશે માહિતી જાણીશું. તેમજ ચિયા બીજનો ઉપયોગ શું થાય છે અને તેનું સેવન કરવાથી ક્યાં ફાયદા થાય છે. તેના વિશે આ લેખમાં માહિતી મેળવીશું.

ચિયા બીજ (Chia Seeds) ના વિશે બહુ ઓછાં લોકો જાણકાર હશે. ચીયા બીજ ખુબ જ નાના દાણા હોય છે પરંતુ તે શરીર ના રોગો થી રક્ષણ પુરૂ પાડવામાં મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ કે ચિયા બીજ શું છે ફાયદા અને ક્યાં ક્યાં થાય છે તેનો ઉપયોગ.

Chia Seeds In Gujarati | What is Chia Seeds In Gujarati

ચિયા બીજ તે નાના, ગોળાકાર અને અંડાકાર આકારના હોય છે. આ બીજ સફેદ, કાળા અથવા ભૂરા રંગના હોય છે અને વિવિધ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ચિયા બીજનું વૈજ્ઞાનિક નામ સાલ્વીયા હિસ્પેનિકા છે. અને તે સમગ્ર વિશ્વમાં ઉગાડવામાં આવે છે, પરંતુ મુખ્યત્વે મેક્સિકો અને ગ્વાટેમાલામાં ઉગાડવામાં આવે છે.

ચિયા બીજ માં ઓમેગા – 3 ફેટી એસિડ, ફાઈબર, એન્ટી ઓક્સિડન્ટ, પ્રોટીન અને કેલ્શિયમ થી ભરપુર હોય છે. તેના કારણે થી જ ચિયા બીજ ને સુપર ફુડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Chia Seeds In Gujarati Name | Chia Seeds In Gujarati Meaning

ઘણા લોકો માને છે કે તુલસી ના બીજ ને જ ચિયા બીજ સમજતા હોય છે પરંતુ ચિયાં બીજ અને તુલસી ના બીજ બંને વસ્તુ અલગ છે. ચિયા બીજ ને તકમરિયા, તુકમલંગા, સબજા તરીકે પણ ઓળખે છે લોકો જે ખોટું છે. તકમરીયા, તુકમલંગા, સબ્જા એ તુલસી ના બીજ ના પ્રકાર છે.

ચિયા બીજના ફાયદા (Chia Seeds In Gujarati Benefits)

વજન ઓછું કરવા ઉપયોગી

વજન ઘટાડવા માટે ચિયા બીજ ઘણા જ ઉપયોગી છે. ચિયાના બીજમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે. જ્યારે તમે રોજ સવારે આખી રાત પાણીમાં પલાળી રાખેલ ચિયા બીજનું સેવન કરો છો તો વજન ઘટાડવામાં બહુ ફાયદો મળે છે. આ ઉપરાંત તેમાં કેલરીની માત્રા બહુ ઓછી હોય છે અને તેમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે. ચિયા બીજ નું સેવન કરવા થી આ ભૂખ ને નિયંત્રણ માં રાખે છે.

પાચનતંત્રને મજબૂત બનાવે છે.

ચિયાના બીજનું સેવન પાચનતંત્રને મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચિયાના બીજમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે તમને પેટમાં ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓમાં ઘણો ફાયદો આપે છે. પાચનતંત્રને મજબૂત રાખવા માટે ચિયાના બીજને આખી રાત પાણીમાં પલાળીને ખાવાથી ફાયદો થાય છે.

હાડકને મજબૂત બનાવવા માટે ઉપયોગી

ચિયા સીડ્સનું સેવન હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આખી રાત પાણીમાં પલાળેલા ચિયા સીડ્સનું સેવન કરવાથી તમારા હાડકાં મજબૂત બને છે. ચિયાના બીજમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે.

હૃદયને મજબૂત બનાવે છે.

ચિયાના બીજને પાણીમાં પલાળીને ખાવાથી તમને હૃદય સંબંધિત સમસ્યાઓ અને રોગોથી ઘણી રાહત મળે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે ચિયાના બીજનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તેમાં હાજર ઓમેગા 3 ફેટી એસિડ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ત્વચા માટે ઉપયોગી

ચિયા સીડ્સનું સેવન ત્વચામાં ગ્લો લાવે છે. ચિયાના બીજમાં હાજર ફેટી એસિડ્સ ત્વચાને ફરીથી સ્વસ્થ અને કોમળ બનાવવામાં અત્યંત મદદરૂપ છે. ચિયાના બીજ સાથે બદામનું દૂધ પીવાથી ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ મળે છે.

આ પણ ખાસ વાંચો:

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024, જાણો લાયકાત, છેલ્લી તારીખ સહિત તમામ વિગત

Black Grapes Benefits | કાળી દ્રાક્ષ ના ફાયદા | કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા

ચિયા બીજનું સેવન કેવી રીતે કરવું?

દોસ્તો ચિયા બીજને ખોરાક તરીકે સેવન કરવાની અલગ અલગ રીત છે. આપણે અહીં ચિયા બીજને કેવી રીતે સેવન કરવું તે માહિતી મેળવીશું.

  • ચિયા બીજને જમતા પહેલા 4 કલાક પાણીમાં પલાળી રાખવા જોઈએ જેથી તે જેલી જેવું થઈ જાય, ત્યારબાદ તેને દૂધ, શેક અથવા જ્યુસમાં મિક્સ કરી લઈ શકાય.
  • ઉપમા, પૌઆ અથવા ઈડલી જેવા નાસ્તામાં ચિયાના બીજ મિક્સ કરી શકાય છે.
  • ચિયા બીજને સવારે નાસ્તામાં ફ્રૂટ સલાડ સાથે લઈ શકાય છે.
  • ચા બનાવ્યા પછી, તમે તેમાં એક ચમચી ચિયાના બીજ પણ ઉમેરી શકો છો. ચામાં ચિયાના બીજ ઉમેર્યા પછી, તે થોડા સમય માટે ઉપર આવશે પરંતુ થોડા સમય પછી તે નીચે બેસી જશે.
  • ચિયાના બીજને પાવડર બનાવીને તાજા ઉકાળેલા પાણી અથવા દૂધમાં ભેળવી લઈ શકાય છે.
  • એક ચમચી દહીં અથવા સૂપમાં ઉમેરીને ભોજન સાથે ખાઈ શકાય.
  • ચિયાના બીજ ચીકણા હોવાથી તેને તાજા ઉકાળેલા પાણી અથવા દૂધમાં પણ પી શકાય છે.

ચિયા બીજના નુકસાન

ચિયા બીજના ફાયદા વિશે જાણકારી મેળવી એવી જ રીતે ચિયા બીજના કેટલાક નુકસાન પણ છે અથવા તો અમુક શરતો છે જો તે શરતોનું પાલન ન થતું હોય તો તમારે ચિયા બીજની સેવન ન કરવું જોઈએ.

  • ચિયા બીજ નું વધુ પડતું સેવન કરવા થી ઝાડા, ઉલ્ટી, એલર્જી, ખંજવાળ જેવી સમસ્યાઓ થઇ શકે છે.
  • જેમનું બ્લડ પ્રેશર ઓછું હોય તેવા લોકોએ ચિયા બીજનું સેવન ન કરવું જોઈએ.
  • સર્જરી દરમ્યાન ચિયા બીજ નું સેવન કરવું જોઈએ નહીં.
  • લોહી ને પાતળું કરવા ની દવા લેતા હોય તો ચિયા બીજ નું સેવન કરવું નહીં.
  • ગર્ભવતી મહિલાઓ એ ડોક્ટર ની સલાહ લીધા બાદ જ ચિયા બીજ નું સેવન કરવું જોઈએ.
  • ચિયા બીજનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી પાચનતંત્રમાં સમસ્યા થઈ શકે છે.

ચિયા બીજ ઘણા લાભદાયક સાબિત થાય છે પરંતુ તેનો યોગ્ય પ્રમાણ માં અથવા યોગ્ય રીતે સેવન કરવા માં આવે તો તેના માટે ના ફાયદા અને નુકસાન અહીં ઉપર દર્શાવવામાં આવ્યા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment