જો તમારો ધોરણ 10 કે 12 નો માર્કશીટ અથવા કોઈપણ પ્રમાણપત્ર ખોવાઈ ગયું હોય, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે આ પ્રમાણપત્રો સરળતાથી ઓનલાઇન મેળવી શકો છો. વર્ષ 1952 થી 2019 સુધીના તમામ પ્રમાણપત્રોને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
પ્રમાણપત્ર મેળવવાની પ્રકિયા
ગાંધીનગર બોર્ડની સેવાઓ:
- ધોરણ 10 ના વર્ષ 1952 થી 2019 સુધીના અને ધોરણ 12 ના વર્ષ 1976 થી 2019 સુધીના તમામ પરિણામોનું રેકોર્ડ જાળવવામાં આવ્યું છે.
- બોર્ડ કચેરીમાં આ રેકોર્ડના આધારે ડુપ્લીકેટ માર્કશીટ અથવા પ્રમાણપત્ર મેળવવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટે સુવિધા:
- gsebeservice.org વેબસાઇટ પર જઈને, સ્ટુડન્ટ મેનુ હેઠળ, ‘ઓનલાઇન સ્ટુડન્ટ સર્વિસિસ’ માં અરજી કરી શકાશે.
- ડુપ્લીકેટ માર્કશીટની ફી રૂ. 50, માઇગ્રેશન ફી રૂ. 100, અને સમકક્ષતા પ્રમાણપત્રની ફી રૂ. 200 છે.
- સ્પીડ પોસ્ટ ચાર્જ રૂ. 50 છે, જેથી પ્રમાણપત્ર ઘરે પ્રાપ્ત થશે.
મહત્વપૂર્ણ દસ્તાવેજો માટેની માહિતી:
- માઇગ્રેશન સર્ટિફિકેટ:
- ફી: રૂ. 100.
- જરૂરી દસ્તાવેજો: માર્કશીટ, LC, ID પ્રૂફ.
- ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર:
- ફી: પ્રતિ સર્ટિફિકેટ રૂ. 50.
- જરૂરી દસ્તાવેજો: માર્કશીટ/પાસિંગ સર્ટી, ID પ્રૂફ.
- સમકક્ષતા પ્રમાણપત્ર:
- ફી: રૂ. 200.
- જરૂરી દસ્તાવેજો: ડિપ્લોમા/ITI માં દાખલ, માર્કશીટ, ID પ્રૂફ.
નોંધ:
- બોર્ડ દ્વારા આ તમામ ડોક્યુમેન્ટ મેળવવા માટેની ફી પરત નહીં મળે.
- અરજી કરતા પહેલા તમામ દસ્તાવેજો સચોટ રીતે ચકાસી લેવા.
અરજીની પ્રક્રિયા:
- સ્ટેટ બેન્ક કલેકટ પોર્ટલ પર ઓનલાઈન ફી ચૂકવી.
- અરજી કર્યા પછી, ઇમેઇલ/SMS દ્વારા માહિતી મળશે.
આ પ્રમાણે, હવે તમે ઘરે બેઠા ડુપ્લીકેટ માર્કશીટ અને અન્ય જરૂરી પ્રમાણપત્રો મેળવી શકશો.
રજીસ્ટ્રેશન કરવા માટે અહી ક્લિક કરો. | અહીંથી અરજી કરો |