Gujarat Weather Updates | ગુજરાત વેધર : રાજ્યમાં કાળઝાળ ગરમીથી કોઈ રાહત નહી, અમદાવાદીઓ શેકાયા

Gujarat Today Weather : ગુજરાત માં ગરમી સતત વધી રહી છે, હવમાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના તાપમાન માં વધારો થશે, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભુજ સુરત અને ભાવનગરમાં સૌથી તાપમાન નોંધાયું છે.

Gujarat Weather | ગુજરાત વેધર : ગુજરાતમાં ધગધગતો ઉનાળો અને કાળઝાળ ગરમીથી લોકો શેકાઈ રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર, આગામી પાંચ દિવસની આગાહી પ્રમાણે સ્થિતિ યથાવત રહેશે, એટલે કે ગરમીથી કોઈ રાહત નહી મળે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી ઊંચુ તાપમાન નોંધાયું. તો દ્વારકામાં સૌથી નીચુ તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગ ગરમીની આગાહી

રાજ્યમાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ અનુસાર, આગામી પાંચ દિવસ ગરમીની સ્થિતિ યથાવત રહેશે, લોકોએ એપ્રિલ, મે અને જૂનમાં પણ ગરમીનો માર સહન કરવો પડશે.

આ પણ ખાસ વાંચો:

KKR vs PBKS IPL 2024 Playing XI: મિચેલ સ્ટાર્ક બહાર થશે? આવી હશે કોલકાત્તા અને પંજાબની પ્લેઈંગ ઈલેવન

Lok Sabha Election 2024: આજે 13 રાજ્યોમાં 88 બેઠકો પર મતદાન, રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતા મેદાનમાં

રાજ્યમાં ક્યાં કેવી ગરમી?

ગુજરાત હવામાન વિભાગના આંકડા અનુસાર અમદાવાદ અને ગાંધીનગર શહેર ગરમી ઉનાળો આકરો બની રહ્યો છે. લોકો બપોરે શેકાઇ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ શહેરમાં 41.3 ડિગ્રી નોંધાઈ છે. સૌથી ઓછી ગરમી દ્વારકામાં 30.2 ડિગ્રી નોંધાઈ છે. બીજા નંબરે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી 41.0 નોંધાઈ છે.

અમરેલીમાં 40.04 ડિગ્રી, રાજકોટ 40.07 ડિગ્રી, સુરેન્દ્રનગર 40.05 ડિગ્રી, ભુજ 39.00 ડિગ્રી, સુરત 38.00 ડિગ્રી, ભાવનગર 37.05 ડિગ્રી, ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ સિવાય દિવ 34.06 ડિગ્રી, નલિયા 34.00 ડિગ્રી, પોરબંદર 34.01 ડિગ્રી, દમણ 33.08, કંડલા 33.06, ઓખા 33.04 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ, તો સૌથી ઓછુ વેરાવળ 31.03 અને દ્વારકા 30.02 તાપમાન નોંધાયું છે.

મે મહિનામાં ગરમી ચરમસીમાએ પહોંચશે

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ભારતીય હવામાન વિભાગે એપ્રિલ થી જૂનના ઉનાળાના ચેતવણી આપતા જણાવ્યું હતુ કે, દેશના મોટાભાગના ભાગોમાં 10-22 દિવસ સુધી ભારે ગરમી અને લાંબા ગરમીના મોજા રહેશે. IMD ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “વર્ષ 2024 એક વિસંગત વર્ષ છે, જેમાં અલ નીનો અને લા નીના વચ્ચે સંક્રમણ થવાની સંભાવના છે. ત્યાં અલ નીનોની ઊંડી અસર જોવા મળી રહી છે. આ વખતે હીટ વેવ કરતાં વધુ ગરમીનો તાણ રહી શકે છે અને તે લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને અસર કરી રહ્યું છે.

આ વર્ષે ઉનાળો લાંબો રહેવાની સંભાવના

ગયા વર્ષે જૂનથી, અલ નીનો સ્થિતિ – વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં નોંધાયેલા સામાન્ય દરિયાઈ સપાટીના તાપમાન કરતાં વધુ ગરમ અને પ્રચલિત છે. જોકે અલ નીનોની સ્થિતિ ઓછી થઈ રહી છે, આ મહિનાની શરૂઆતમાં IMD ની આગાહી મુજબ, ન્યુટ્રલ અલ નીનો સધર્ન ઓસિલેશન (ENSO) ની સ્થિતિ જૂન પહેલા બહાર આવશે નહીં. આવી સ્થિતિમાં, ભારતમાં ઉનાળાની ઋતુ દરમિયાન નોંધાયેલ તાપમાન અલ નીનો સાથે સંકળાયેલું હશે.

તમને જણાવી દઈએ કે, જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા 4.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ વધે અથવા 45 ડિગ્રી સેલ્સિયસ (મેદાનમાં) અને 37 ડિગ્રી સેલ્સિયસ (કિનારે) વટાવે ત્યારે IMD હીટ વેવ જાહેર કરે છે. સામાન્ય રીતે, ગરમીના તરંગો 2 થી 7 દિવસની વચ્ચે રહે છે, પરંતુ 2024 એ અસામાન્ય વર્ષ છે, જેમાં બાકીની સિઝન કરતા આ વખતે લાંબા ગરમીના મોજાની અપેક્ષા છે.

દાહોદ, છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદ

આ બાજુ રાજ્યમાં મધ્ય ગુજરાતમાં દાહોદ અને છોટા ઉદેપુર પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કેટલાક છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. જે ખેડૂતોનો પાક કેતરમાં ઉભો છે, તેમના માથે ચિંતાની લકીરો જોવા મળી છે. આ પહેલા પણ થોડા દિવસ અગાઉ રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોને મોટા પાયે નુકશાન પહોંચાડ્યું હતુ, કેરીના પાકને મોટુ નુકશાન પહોંચ્યું છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment