Gujarat ITI Admission 2024-25 : ગુજરાત આઈટીઆઈ એડમિશન 2024

Gujarat ITI Admission 2024ission 2024 : રાજ્યની સરકારી / ગ્રાન્ટ-ઈન-એઈડ / સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT / GCVT પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશસત્ર 2024 માં ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે.

Gujarat ITI Admission 2024

પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે પોતાના મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી ફરજીયાત દર્શાવવાના રહેશે.

પોસ્ટ ટાઈટલGujarat ITI Admission 2024
પોસ્ટ નામગુજરાત આઈટીઆઈ એડમિશન 2024
સંસ્થારોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય
ઓફિશિયલ વેબસાઈટitiadmission.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ ખાસ વાંચો:

શું તમે નોકરીની શોધમાં છો ? મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી @anubandham.gujarat.gov.in

સ્ટેચ્યુ ઑફ યુનિટી 360 ડિગ્રી: ઘરે બેઠા રૂબરૂ મુલાકાત જેવો અનુભવ કરો

ગુજરાત આઈટીઆઈ એડમિશન 2024

ઓનલાઈન પ્રવેશ ફોર્મ https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પર તારીખ 01-04-2024ના રોજ 19:00 કલાકથી તારીખ 13-06-2024ના રોજ સાંજે 05:00 કલાક સુધીમાં સબમિટ કરી લેવાનું રહેશે. રૂ. 50/- રજીસ્ટ્રેશન ફી (નોન રીફંડેબલ) ઓનલાઈન પદ્ધતિથી ભરવાની રહેશે.

ઉમેદવાર તેના પસંદગીના સ્થળ, વ્યવસાય, વગેરે મુજબ તેને પસંદગીની તમામ આઈ.ટી.આઈ. તેમજ તમામ ટ્રેડની પસંદગી મુજબ ક્રમ નક્કી કરી Choice Filling કરી શકશે.

એક વખત રજીસ્ટ્રેશન થઇ ગયા પછી ઉમેદવાર જો તેઓએ ભરેલ વિગતોમા સુધારો કરવા ઈચ્છતા હશે તો તેઓએ નજીકના હેલ્પસેન્ટરની મુલાકાત લઇ તારીખ 01-04-2024 થી તારીખ 13-06-2024 સુધીમાં સુધારો કરવાની શકશે.

ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતા પહેલાં પ્રવેશ ફોર્મ ભરવા સબંધેની જરૂરી માર્ગદર્શન સૂચનાઓ આ ખાતાની વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in ઉપરથી વાંચી, સમજી વિચારી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.

સરકારી / ગ્રાન્ટ-ઈન-એઇડ / સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં ઉપલબ્ધ વ્યવસાયોની વિગતો, ઓનલાઈન અરજી ફોર્મ ભરવા સંબંધિત સામાન્ય સૂચનાઓ, પ્રવેશના નિયમો, મેરીટ યાદી નક્કી કરવાની પદ્ધતિ, સંસ્થાકીય સ્ટાઇપેન્ડ, પ્રવેશ માટેની રીઝર્વેશન પોલીસી, સબંધિત વ્યવસાયોમાં પ્રવેશ પાત્રતા, ટ્યુશન ફી, કોમનમની ડીપોઝીટ વગેરે તમામ વિગતો માહિતી પુસ્તકોમાં દર્શાવેલ છે. જે ઉપરોક્ત વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે. જે ડાઉનલોડ કરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતાં પહેલા વેબસાઈટ પર મુકેલ તમામ માહિતી તથા સુચનાઓ વાંચી-સમજી લેવાની રહેશે.

સરકારી / ગ્રાન્ટ-ઇન-એઇડ / સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા વ્યવસાયોમાં ભરવાપાત્ર બેઠકો ઉપરોક્ત વેબસાઈટમાં મુકવામાં આવશે.

રાજ્યની તમામ સરકારી / ગ્રાન્ટ-ઇન-એઇડ / સ્વનિર્ભર સંસ્થાઓ ખાતે પ્રવેશ સંબંધિત માર્ગદર્શન માટે હેલ્પસેન્ટર ઉપરોક્ત તારીખો દરમ્યાન સવારે 11:00 કલાક થી સાંજના 05:00 કલાક સુધી કાર્યરત રહેશે. ઉમેદવારોએ નજીકના હેલ્પસેન્ટરનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.

ટોલ ફ્રી નંબર : 1800-233-5500 સમય સવારે 11:00 થી સાંજના 05:00 સુધી

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેઅહીં ક્લિક કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment