‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના 2024 | Maa Card form Online

આ પોસ્ટમાં આપણે જાણીશું ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? કોણ કોણ આ સહાય માટે અરજી કરી શકે? વગેરે વિષે જાણીશું.

‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના Ma and ma vatsalya yojana Gujrat 2024

ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અને મધસ્થ વર્ગીય પરિવારો પોતાની પસંદગી વાળી ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાંથી સારી ગુણવત્તા યુક્ત સારવાર તદન મફત મેળવી શકે.

‘ મા ’ અને ‘ મા વાત્સલ્ય ’ યોજનાનો લાભ કોને મળી શકે

  • મા વાત્સલ્ય યોજના અંતર્ગત વાર્ષિક રૂા. ૪ લાખથી ઓછી આવક અને સિનીયર સિટીઝન માટે રૂા .૬ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારના મહત્તમ ૫ સભ્યોને લાભ મળી શકે.
  • મા યોજના રાજ્યના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના (નગરપાલિકા વિસ્તાર, મહાનગરપાલિકા વિસ્તાર અને નોટીફાઇડ એરિયા) ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ (મહત્તમ ૫ વ્યક્તિ સુધી) ને લાગુ પાડવામાં આવી છે.
  • આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ અંતર્ગત નોંધાયેલ ગ્રામ્ય અને શહેરી વિભાગનાનો સમાવેશ. કુટુંબની વ્યાખ્યામાં કોઇપણ મર્યાદા વગર તમામ સભ્યોને લાભ મળશે.

‘ મા ’ અને ‘ મા વાત્સલ્ય ’ કાર્ડ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  1. રેશન કાર્ડ
  2. આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ (કોઇ પણ એક)
  3. ગરીબી રેખા નીચે (BPL) પ્રમાણપત્ર
  4. આવક નો દાખલો

મા ’ અને ‘ મા વાત્સલ્ય ’ યોજનાનો લાભ કયાંથી મળે.

  • મા ’ અને ‘ મા વાત્સલ્ય ’ કાર્ડ મેળવવા માટે સૌ પ્રથમ ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ્સ લઈ સરકારી તેમજ નોંધાયેલ ખાનગી હોસ્પિટલોમાં સંબંધિત સૈવાઓ ઉપલબ્ધ હોય તેવી સંસ્થાઓ માં ડોક્યુમેન્ટ્સ જમાં કરાવી ને માં કાર્ડ મેળવી શકો છો.

મા ’ અને ‘ મા વાત્સલ્ય ’ યોજનાનો યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ.

  • સૌ પ્રથમ લાભાર્થીનું નામ અને તેમના કુટુંબના સભ્યોના નામ નિયત માપદંડો ધરાવતા સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ ની યાદીમાં હોવું જરૂરી છે.
  • લાભાર્થીએ પોતાના આધાર કાર્ડ, ઇ-કાર્ડ, મા’ અથવા ‘ મા વાત્સલ્ય’ કાર્ડમાંથી કોઈપણ એક કાર્ડ અને પોતાનું રાશન કાર્ડ સી.એચ.સી, તેમજ યોજના સાથે સંકળાયેલ હોસ્પિટલે લઈ જવાનું રહેશે.
  • હોસ્પિટલ કક્ષાએ પ્રધાનમંત્રી આરોગ્યમિત્રને ઉક્ત દસ્તાવેજ બતાવવાના રહેશે.
  • લાભાર્થી દ્વારા રજૂ કરેલ દસ્તાવેજોના આધારે પ્રધાનમંત્રી આરોગ્યમિત્ર સંપૂર્ણ ઓળખની ઓનલાઇન ખરાઈ
  • મૅળવશે અર્ને ત્યારબાદ ઈ-કાર્ડ આપશે.
  • ખરાઇ થયા પછી લાભાર્થી યોજના સાથે જોડાયેલ હોસ્પિટલોમાં વિનામૂલ્ય સારવાર મેળવી શકશે.

“મા ’ અને ‘ મા વાત્સલ્ય ’ યોજના અંતર્ગત સહાય/ લાભ:

  • 1 વાર્ષિક રૂા, ૫ લાખ સુધીની સારવાર યોજના હેઠળ નોંધાયેલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર આરોગ્ય વીમા ક્ષય.
  • યોજના હેઠળ પ્રાથમિક, શૈકનડરી અને ગંભીર બિમારીઓ જેમ કે આંખના રોગો, કાન, નાક અને ગળીની રોગો, સ્ત્રી રોગ, માનસિક રોગો, હદયના રોગો, કીડનીના રોગો મગજના રોગો, ગંભીર ઈજાઓ, નવજાત શિશુઓને લગતા ગંભીર રોગો, કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ કિડની અને લિવરની ટ્રાન્સપ્લાન્ટેશન વગેરે માટે રૂા. ૫ લાખ સુધીની વિનામૂલ્ય સારવાર આપવામાં આવે છે.

Official વેબસાઈટ લીંક Link

‘ મા ’ અને ‘ મા વાત્સલ્ય ’ યોજનાનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું

  • સ્ટેટસ ચેક કરવા માટે સૌ પ્રથમ તેની સતાવાર વેબસાઈટ http://www.magujarat.com/MAYOJNA_DEMO/SearchBPLFamily.aspx પર જાઓ.
  • ત્યાર પછી તેની અંદર માગેલ માહીતી ભરી તેની અંદર સર્ચ કરશો એટલે તમને તમારા કાર્ડ નું સ્ટેટસ જોવા મળશે.
AVvXsEjStxpb3qUnPSQgKP48zjLugtBFO2V6DSuyJLzq68vS8xFwr6qmdf5J0mzu vA3nh6QCkkjOEsLdccsorhvss3miupMawEHtu7ck5sd RGxFoxTnNAPX6mQsBc1l4vVBzkkuu2rkIamEclNzfzWlpqUZV MQIeeEUFguxhYB5EvzrkKjcBrJDghny7T Q=s16000

FAQ – સામાન્ય પૂછતાં પ્રશ્નો

Q. મા-કાર્ડ ક્યાંથી કઢાવવું?

A. ‘ મા ’ અને ‘ મા વાત્સલ્ય ’ યોજના માટે મા-કાર્ડ સરકારે નક્કી કરેલ હોસપિટલમાં જઈ કઢાવી શકાય છે.

Q. આ યોજના હેઠળ કેટલી સહાય મળી શકે?

A. ‘ મા ’ અને ‘ મા વાત્સલ્ય ’ યોજના હેઠળ પ્રાથમિક, શૈકનડરી અને ગંભીર બિમારીઓ જેમ કે આંખના રોગો, કાન, નાક અને ગળીની રોગો, સ્ત્રી રોગ, માનસિક રોગો, હદયના રોગો, કીડનીના રોગો મગજના રોગો, ગંભીર ઈજાઓ, નવજાત શિશુઓને લગતા ગંભીર રોગો, કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ કિડની અને લિવરની ટ્રાન્સપ્લાન્ટેશન વગેરે માટે રૂા. ૫ લાખ સુધીની વિનામૂલ્ય સારવાર આપવામાં આવે છે.

Q. મા-કાર્ડ મેળવવા મહત્તમ આવક કેટલી હોઈ શકે?

A. મા વાત્સલ્ય યોજના અંતર્ગત વાર્ષિક રૂા. ૪ લાખથી ઓછી આવક અને સિનીયર સિટીઝન માટે રૂા .૬ લાખથી ઓછી આવક ધરાવતા પરિવાર ને આ લાભ મળી શકે છે.

Q. ‘ મા ’ અને ‘ મા વાત્સલ્ય ’ યોજના નો લાભ મેળવવા માટે જરૂરી આધાર પુરાવા શું જોઈએ?

A. ‘ મા ’ અને ‘ મા વાત્સલ્ય ’ યોજના માટે જોઈતા દરેક ડોક્યુમેન્ટ નું લીસ્ટ અમે ઉપર વિસ્તારથી આપેલ છે.

છતાં ફરી કઈ દઈએ. (1) રેશન કાર્ડ (2) આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ (કોઇ પણ એક) (3) ગરીબી રેખા નીચે (BPL) પ્રમાણપત્ર (4) આવક નો દાખલો

Q. ‘ મા ’ અને ‘ મા વાત્સલ્ય ’યોજના માટે હેલ્પલાઈન નંબર કયો છે?

A. ‘ મા ’ અને ‘ મા વાત્સલ્ય ’ યોજના માટે હેલ્પલાઈન નંબર 1800-233-1022 છે.

Leave a Comment