આ પોસ્ટમાં આપણે જાણીશું ઓનલાઈન પાનકાર્ડ માટે કેવી રીતે એપ્લાય તેના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, ક્યા-ક્યા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે, તેનું સ્ટેટસ કેવી રીતે જોવું? વગેરે વિષે જાણીશું.
પાનકાર્ડ માટે જરુરી સંપૂર્ણ માહિતી
પાન કાર્ડ, આધાર કાર્ડની જેમ, આવકવેરા રિટર્ન અને સંબંધિત કાર્યો માટે સબમિટ કરવા માટેનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બેંક ખાતું ખોલાવવા અથવા અન્ય સંપત્તિ ખરીદવા માટે પણ પાનકાર્ડ ખુબ જ જરૂરી છે.
અરજદાર PAN કાર્ડ માટે ઑનલાઇન અથવા ઓફલાઈન અરજી કરી શકે છે. કોઈપણ પદ્ધતિ દ્વારા PAN કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા અલગ હોઈ શકે છે, જો કે પાત્રતા માપદંડો અને દસ્તાવેજીકરણ આવશ્યકતાઓ સમાન જ રહે છે.
અરજદાર બે અલગ-અલગ માધ્યમો દ્વારા પાન કાર્ડ માટે અરજી કરી શકે છે : NSDL અને UTIITSL. આ દરેક પોર્ટલના પગલાં થોડા અલગ-અલગ હોઈ શકે છે. આ બ્લોગમાં આપણે NSDL માં પાન કાર્ડ માટે ઑનલાઇન અરજી કેવી રીતે કરવી તે શીખીશું.
પાનકાર્ડ ઑનલાઇન એપ્લિકેશન
પાનકાર્ડ ની ઑનલાઇન અરજી નિચે જણાવ્યા મુજબ કરી શકાય છે.
1. સૌ પ્રથમ NSDL ની વેબસાઈટ Open કરો. WEBSITE
2. તમને અહીં બે વિકલ્પ જોવા મળશે જેમાં જો તમે કોઈ અગાઉ અરજી કરેલ છે અને તમારી પાસે ટોકન નંબર છે તો તે ટોકન નંબર થી Register user પર ક્લિક કરી લોગીન કરી શકો છો અને જો તમે પ્રથમ વાર અરજી કરી રહ્યા હોવ તો aply online પર ક્લિક કરો.
3. ત્યાર બાદ તમારે application type માં New Pan Card Indian citizen પસંદ કરો, અને Category માં જે લાગુ પડતું હોય તે પસંદ કરો. જો તમે કોઈ વ્યક્તિ માટે પાન કાર્ડ અરજી કરો છો તો INDIVIDUAL પસંદ કરો.
4. હવે નીચે અરજદાર ની માહિતી ભરવાની રહેશે, કેમકે અરજદારનું નામ, પિતાનું નામ, અટક, જનમ તારીખ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર.
5. તમામ માહિતી સંપૂર્ણ રીતે ભરી નીચે આપેલ કેપચા ભરી Submit કરવાનુ રહેશે.
6. Application Submit કર્યા બાદ તમને એક કુપન નંબર મળશે જે સાચવી ને રાખવો તેના દ્વારા તમે ઉપર જણાવ્યા મુજબ ફરી લોગીન કરી શકો છો.
ત્યારબાદ Continue With Application Form પર ક્લિક કરવાનું રહેશે.
7. હવે અહીં તમે ત્રણ રીત થી પાનકાર્ડ માટે અરજી કરી શકો છો.
(1) Submit digitally through e-KYC & e-Sign (Paperless)
આમાં અરજદારે કોઈ documents ની જરુર પડતી નથી પરંતુ તેના માટે આધારકાર્ડ માં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે.
(2) Submit scanned images through e-Sign NSDL e-Gov (e-Sign Charges Rs. 5.90)
આમાં અરજદારે documents upload કરવાના રહેશે પરંતુ આમાં પણ આધારકાર્ડ માં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે.
(3) Forward application documents physically
જો આધારકાર્ડ માં મોબાઈલ નંબર લિંક ન હોય તો અરજદાર આ રીત થી પણ અરજી કરી છે આમાં અરજદારે પાનકાર્ડ નું ફોર્મ પ્રિન્ટ કરી તેને સંપૂર્ણ રીતે ભરી સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોઇન્ટ કરી નજીક ની NSDL ની ઓફીસ માં જમા કરાવવાનાં રહેશે.
આપણે 2. Submit scanned images through e-Sign દ્વારા અરજી કરીશું.
8. ત્યારબાદ વ્યક્તિગત માહિતી આપવાની રહેશે જે સંપૂર્ણ ભરવી.
9. તે Submit કર્યા બાદ સંપર્ક અને અન્ય વિગતો માં અરજદાર નો કમાણી નો સોર્સ, સંપર્ક ની માહિતી અને રહેઠાણ ની માહિતી ભરવાની રહેશે.
10. ત્યારબાદ તમારે AO કોડ દાખલ કરવાનો રહેશે, જો તમારો AO કોડ ખબર ના હોય તો રાજ્ય અને સિટી પસંદ કરી જાણી શકો છો.
11. હવે Document details માં documents પસંદ કરી documents upload કરવાના રહેશે.
જેમાં આધારકાર્ડ, ફોટો અને સહી ફરજીયાત છે.
12. Documents upload કરી Submit પર ક્લિક કરી અરજી Submit કરવાની રહેશે.
13. હવે અરજી Confirm કરવાનો વિકલ્પ આવશે જો અરજીમાં કોઈ ભુલ હોય તો તેને edit પર ક્લિક કરી સુધારી શકો છો નહિતર Confirm પર ક્લિક કરવું.
14. અરજી Confirm કર્યા બાદ પેમેન્ટ કરવાનુ રહેશે જે તમે Demand Draft ,Paytm અને UPI કે પછી નેટ બેન્કિંગ દ્વારા કરી શકો છો
જેની ફી 106.90 રૂપિયા છે.
15. ઉપર મુજબ તમે અલગ અલગ રીત થી પેમેન્ટ કરી શકો છો.
16. પેમેન્ટ કર્યા બાદ તમારે આધાર કાર્ડ માટે Authenticate પર કિલક કરવાનું રહશે અને તમારા આધાર કાર્ડ માં જે મોબાઇલ નંબર લિંક હશે તેના પર OTP આવશે.
17. જે OTP અહિયા દાખલ કરવાનો રહેશે.
18. OTP દાખલ કર્યા બાદ Continue With eSign પર ક્લિક કરવાનું રહશે.
19. ત્યારબાદ તમારે અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે જે ફરીથી તમારા આધાર રજીસ્ટર મોબાઈલ માં OTP આવશે એ દાખલ કરવો. અને CONFIRM પર ક્લિક કર્યા બાદ તમારા PAN કાર્ડ માટે ની PROCCESS અહીં પુરી થશે.
20. આ સંપૂર્ણ Process પૂર્ણ થયા બાદ તમને એક PDF જોવા મળશે જે Password થી પ્રોટેક્ટ હશે, અને તેનો password તમારી જનમ તારીખ હશે.
ઉદાહરણ: DDMMYYYY
તમારી જન્મતારીખ 12-05-1995 છે તો તમારો PASSWORD 12051995 થશે.
21. જેમાં તમને એક ફોર્મ મળશે જેમાં તમારો APPLICATION NOMBER હશે તેની મદદ થી તમે તમારા પાનકાર્ડ નું સ્ટેટસ જોઈ શકાય.
પાનકાર્ડ ની ઑનલાઇન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ :
- આધાર કાર્ડ
- પાસપોર્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મતદાર આઈડી કાર્ડ
- ડ્રાઇવિંગ લાયસન્સ
- રેશન કાર્ડ
- પેન્શન કાર્ડ
- ફોટાવાળું ઓળખ કાર્ડ
પાનકાર્ડ નું સ્ટેટસ જોવા
અહીં નિચે View Status પર ક્લિક કરી તેમાં ટોકન નંબર અને જન્મ તારિખ દાખલ કરી તમારા પાનકાર્ડ નું સ્ટેટસ જોઈ શકો છો. VIEW STATUS
પાનકાર્ડ ફોર્મ PDF
અહી નીચે Download પર ક્લિક કરી પાનકાર્ડ નું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. DOWNLOAD
FAQ – સામાન્ય પૂછતાં પ્રશ્નો
Q. પાનકાર્ડ કેટલા સમય માં Delivered થશે?
A. અરજદારે અરજી કર્યા ના 15-20 દિવસ માં પાનકાર્ડ આપેલ સરનામા પર Delivered થઈ જશે.
Q. મારું પાનકાર્ડ કયારે નીકળ્યું અને કયારે મળશે તે હું જાણી સકું?
A. હા, ઊપર આપેલ View Status પર ક્લિક કરી તેમાં તમારો કુપન નંબર અને જન્મ તારિખ દાખલ કરી તમારું પાનકાર્ડ સ્ટેટસ જોઈ શકો છો.
Q. શું પાનકાર્ડ ની અરજી મોબાઈલ દ્વારા કરી શકાય?
A. હા, પાનકાર્ડ અરજી મોબાઈલ દ્વારા પણ કરી શકાય છે જેની પ્રોસેસ પણ ઉપર મુજબ જ છે.
Q. ઓનલાઈન પાનકાર્ડ માટે Fee કેટલી ચુક્કવી પડશે?
A. ઓનલાઈન પાનકાર્ડ માટે Fee 106.90 રૂપિયા ચુક્કવી પડશે.
Q. જો મારી પાસે મારું આધારકાર્ડ નથી તો હું પાનકાર્ડ માટ અરજી સકું?
A. ના, આધારકાર્ડ વગર પાનકાર્ડ ની અરજી કરી શકાય નહીં.
Q. જો મારી એક જૂનું પાનકાર્ડ છે પણ તેમાં ભુલ છે તો તેને સુધારવા ને બદલે નવા પાનકાર્ડ માટે અરજી કરી સકું?
A. સરકાશ્રીના નિયમ મુજબ જો એક વ્યક્તિ એક કરતા વધુ પાનકાર્ડ હશે તો તેને ₹10000 નો દંડ આપવામાં આવશે, એટલે બીજા પાનકાર્ડ માટે અરજી કરી શકાય નહીં.
Q. જો મારી ઉંમર 18 વર્ષ થી ઓછી છે તો હું પાનકાર્ડ માટે અરજી કરી સકું?
A. હા, જો તમારી ઉમર 18 વર્ષ થી ઓછી છે અને પાનકાર્ડ ની અરજી કરો છો તો તમારું પાનકાર્ડ માઈનોર માં આવશે એટલે કે ફોટા વગર નું આવશે.(જેમાં પિતા નું આધારકાર્ડ જરૂરી છે)