ખેડુતો માટે મફત સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના | I KHEDUT PORTAL YOJNA

આજે આપણે સરકાર ની સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના વિશે તમામ વિગતવાર માહિતી મેળવીશું. ગુજરાતના ખેડૂતોને વધુ સારા કૃષિ વિકાસ માટે મદદ કરવા માટે ગુજરાત સરકારે આઇ-ખેડૂત સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજના શરૂ કરી છે.

ખેડુતો માટે મફત સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના

ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો અને ખેતમજૂરો કુલ કિંમતના 90% અથવા રૂ. 10,000 / – (દસ હજાર) જે પણ ઓછું હોય તે મળવા પાત્ર છે.

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ માં તામામ ખેડુતો ને મળવા પાત્ર સાધનો

સાઇન્થ, સીડ ડીબલર, વ્હીલ હો (સીંગલ વ્હીલ)-કીટસ સાથે, ઓટોમેટીક ઓરણી (એક હાર), વ્હીલ-બરો, ફ્રુટ કેચર (વેડો), ફ્રુટ કટર, સી કટર, વેજીટેબલ પ્લાન્ટર, પેડી વિડર, પેડી પેડલ થ્રેસર, કોઇતા, સુગરકેન બડ કટર, પ્રુનીંગ શો, અનવીલટ્રી બ્રાન્ચ લુપર, એડજસ્ટેબલ ટ્રી લુપર, વ્હીલહો (ડબલ વ્હીલ)-કીટસ સાથે, મેન્યુઅલ પેડી સીડર)

સાધનો ની ખરીદી ક્યાંથી કરવાની રહેશે

અરજદાર ને પુર્વ મંજુરી મળ્યાબાદ ગુજરાત ખેત ઉધ્યોગ નિગમ લી,ગાંધીનગરના માન્ય વિક્રેતા/ એબીસી/ એએસસી પાસેથી ખરીદી કરવાની રહેશે

જિલ્લાવાર સંભવિત લક્ષ્યાંક

1 અમદાવાદ 786 

2 અમરેલી 629 

3 અરવલ્લી 479 

4 આણંદ 1535 

5 કચ્છ 459 

6 ખેડા 1239 

7 ગાંધીનગર 602 

8 ગીર સોમનાથ 521 

9 છોટા ઉદેપુર 618 

10 જૂનાગઢ 649 

11 જામનગર 321

12 ડાંગ 145 

13 તાપી 464 

14 દેવભૂમિ દ્વારકા 207 

15 દાહોદ 379 

16 નર્મદા 274 

17 નવસારી 594 

18 પંચમહાલ 601 

19 પાટણ 746 

20 પોરબંદર 211 

21 બનાસકાંઠા 1036 

22 બોટાદ 127 

23 ભરૂચ 670 

24 ભાવનગર 474 

25 મહેસાણા 1175 

26 મહિસાગર 425 

27 મોરબી 248 

28 રાજકોટ 576 

29 વડોદરા 1105 

30 વલસાડ 601 

31 સુરત 888 

32 સુરેન્દ્રનગર 584 

33 સાબરકાંઠા 632

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ માં અરજી કોણ કરી શકે

રાજ્ય ના તમામ ખેડુતો અને ખેત મજુરો આ યોજના નો લાભ લઇ શકે છે.

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ ની અરજી કયાં કરાવી શકાય

આ યોજના નો લાભમેળવવા માટે તમે તેની અરજી ગ્રામ પંચાયત મા અથવા તમારા નજીક ના ઓનલાઇન સેન્ટર પર કરાવી શકો છો.

I-khedut પોર્ટલ પર તમે જાતે પણ અરજી કરી શકો છો અને આ યોજના નો લાભ લઇ શકો છો.

અરજી કરી, કન્ફોમ કરી એક પ્રિન્ટ આપણી પાસે રાખવાની રહેશે અને બીજી પ્રિન્ટ સાથે ડોક્યુમેન્ટ જોઇન્ટ કરી ખેતીવાડી શાખા પર જમા કરાવવા ના રહેશે.

જરૂરી આધાર પુરાવા

  • ખેડૂત નોંધણી પત્ર નં.
  • 7-12, 8-A ખાતા નં.
  • આધાર કાર્ડ
  • ઓળખપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • બેંક પાસબુક
  • મોબાઇલ નંબર (નોંધણી માટે)
  • બેંક ખાતા નં.
  • ચેક

કઈ તારીખ થી કઈ તારીખ સુધી અરજી કરી શકાય

અરજી ઓ ચાલું થવાની તારીખ :- 04/08/2024

અરજી કરવાની અંત્તિમ તારીખ :- 04/10/2024

Leave a Comment