કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ 2024 | Kuvarbai nu mameru yojna pdf

આ પોસ્ટમાં આપણે જાણીશું કુંવરબાઈનું મામેરું યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? વગેરે વિષે જાણીશું.

કુંવરબાઈનું મામેરું યોજના વિષે સંપૂર્ણ માહિતી

ઈ સમાજ કલ્યાણ દ્વારા ગુજરાત રાજ્ય માં કુંવરબાઇનું મામેરું યોજના ચાલું કરવામાં આવી હતી જે અત્યારે પણ ચાલી રહી છે. કુંવરબાઈનું મામેરું યોજના મુખ્યત્વે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અવિવાહિત કન્યાઓ ના પરિવાર ને કન્યાના લગ્ન કરવા માટે સહાય પુરી પાડવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી.લાભાર્થી પરિવારોને તેમના સંબંધિત લગ્ન સમયે ઉમેદવારના નામે 12000/- રૂપિયાનો ચેક પ્રાપ્ત થશે. આ યોજનાને મંગળસૂત્ર યોજના પણ કહે છે.સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે.

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. Kuvarbai Nu Mameru Yojana માં લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું મામેરું યોજના એસ.સી વર્ગની કન્યાઓને, ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નકર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12000/- રૂપિયા જમા કરવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે અગાઉ 10,000/- (દસ હજાર રૂપિયા) સહાય ચૂકવવામાં આવતી હતી. જે સહાયની રકમમાં સુધારો કરેલ છે.

જે કન્યાઓએ તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને Kuvarbai Mameru Yojana હેઠળ 12,000/- (બાર હજાર) રૂપિયા મળશે.

જે કન્યાઓએ તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/- (દસ હજાર) રૂપિયા મળવાપાત્ર રહેશે.

આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે અને તેનો મુખ્ય હેતું

  • આ યોજનાનો લાભ મેળવવા અરજદાર ગુજરાત રાજ્ય નો હોવો જરૂરી છે.
  • આ યોજનાનો લાભ મુખ્યત્વે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અવિવાહિત કન્યાઓ ને મળવા પાત્ર છે.
  • કુંવરબાઈનું મામેરું યોજના માં ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- (એક લાખ વીસ હજાર) અને શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000/- (એક લાખ પચાસ હજાર) ની આવક મર્યાદા છે.
  • પુનર્લગ્નના કિસ્સામાં લાભાર્થીને આ યોજના નો લાભ મળશે નહીં.
  • લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષની હોવી ફરજીયાત છે.
  • કુવરબાઈનું મામેરુ ફોર્મ લગ્નના 2(બે) વર્ષની સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરી ભરવાનું રહેશે.
  • કુવરબાઈ નુ મામેરુ યોજના સાત ફેરા સમુહલગનના કાર્યક્રમમાં સહાય માટે પાત્ર છે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
  • જો સમાજ અને અન્ય સામુદાયિક લગ્નોમાં ભાગ લેનારી લાભાર્થી છોકરી “સાત ફેરા સમુહલગન યોજના તેમજ કુવારબાઈ નુ મામેરુ યોજના”ની તમામ શરતોને પૂર્ણ કરે છે, તો તે આ બે યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.

રાજયની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય, ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલી બનાવેલ છે.

આ યોજનામાં લાભ મેળવવા ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ

  1. કન્યાનું આધારકાર્ડ
  2. લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ
  3. કન્યાનો જાતિનો દાખલો
  4. કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર(દાખલો)
  5. લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  6. કન્યાના રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ)
  7. કન્યાની બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતાનું નામ હોય તે)
  8. વર-કન્યાનો સંયુક્ત ફોટો
  9. વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  10. લગ્નનોંધણી પ્રમાણપત્ર
  11. કન્યાના પિતાનું સ્વ-ઘોષણા (Self-Declaration)
  12. કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

કુંવરબાઈનું મામેરું યોજનાનું ફોર્મ PDF download

અહીં નિચે ક્લિક કરી કુંવરબાઈનું મામેરું યોજનાનું Pdf download કરી શકો છો.

DOWNLOAD

કુંવરબાઈનું મામેરું યોજના નો લાભ મેળવવા અરજી કયાં કરવી

કુંવરબાઈનું મામેરું યોજના નો લાભ મેળવવા ઇ સમાજ કલ્યાણ વેબસાઈટ પરથી અરજી કરી શકો છો. સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે. તો આ અરજી કઈ રીતે ઓનલાઈન કરવી અને અરજી કર્યા બાદ તેનું સ્ટેટસ કઈ રીતે જોવું તેના વીશે જણાવીશું…

  • સૌ પ્રથમ અરજદારે ગુગલ માં જઈ ઈ સમાજ કલ્યાણ વેબસાઈટ સર્ચ કરવાનુ રહેશે અથવા ઉપર આપેલ લિંક પરથી પણ ઈ સમાજ કલ્યાણ વેબસાઈટ પર જઈ શકો છો.
  • ત્યારબાદ જો I’d બનાવેલ ના હોય તો register Here પર ક્લિક કરી I’d password બનાવવાની રહેશે અને ત્યાર બાદ login પર જઈ લોગીન કરવાનુ રહેશે.
  • લાભાર્થી દ્વારા જે જ્ઞાતિપ્રમાણે રજીસ્ટ્રેશન કરેલ હોય, તે મુજબ યોજનાઓ e samaj kalyan login બતાવતી હશે.
  • જેમાં કુંવરબાઈનું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • કુંવરબાઈનું મામેરું યોજના ઑનલાઇન અરજી માં જઈ માગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે.
  • ત્યાર બાદ અપલોડ ડોક્યુમેન્ટ પર જઈ અસલી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • અરજી પુરી રિતે ભરી તથા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ અરજી Submit કરવાની રહેશે.
  • અરજી Submit કર્યા બાદ તેની પ્રિન્ટ લઈ લેવી તથા તેનો અરજી નંબર સાચવી રાખવો.

કુંવરબાઈનું મામેરું યોજનાનું સ્ટેટસ કઈ રીતે જોઈ શકાય :

How to check Kunvarbai Mameru Yojana status :

કુંવરબાઈનું મામેરું યોજના નું સ્ટેટસ જેમણે અરજી કરેલ હશે તે જ લોકો જોઈ શકસે અરજી નું સ્ટેટસ નિચે આપેલ View Status પર ક્લિક કરી તેની અંદર તમારો અરજી નંબર તથા જન્મ તારિખ લખી ને જોઈ શકો છો.

Screenshot 2022 08 12 07 26 18 99 40deb401b9ffe8e1df2f1cc5ba480b12

VIEW STATUS

FAQ – સામાન્ય પૂછતાં પ્રશ્નો :

Q. કુંવરબાઈનું મામેરું યોજના નો લાભ કોને મળવાપાત્ર છે?

A. કુંવરબાઈનું મામેરું યોજના નો લાભ ગુજરાત ની કન્યા ના લગ્ન માટે મળવાપાત્ર છે.

Q. કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કેટલી સહાય મળશે?
A. કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ નવા અપડેટ મુજબ 12000/- રૂપિયા ની સહાય મળશે.

Q. કુંવરબાઈનું મામેરું યોજના નો લાભ મેળવવા આવક મર્યાદા શું છે?
A. કુંવરબાઈનું મામેરું યોજના માં ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- (એક લાખ વીસ હજાર) અને શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000/- (એક લાખ પચાસ હજાર) ની આવક મર્યાદા છે.

Q. કુંવરબાઈનું મામેરું યોજના નું સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે જોઈ શકાય?
A. કુંવરબાઈનું મામેરું યોજના નું સ્ટેટસ ઉપર આપેલ view Status પર ક્લિક કરી અરજી નંબર તથા જન્મ તારિખ નાખીને જોઈ શકો છો.

Q. આ યોજનાનો લાભ કઈ જાતિ ના લોકો મેળવી શકે?

A. આ યોજનાનો લાભ SC/ST તથા OBC ના લોકો મેળવી શકે છે.

Leave a Comment