લિજ્જતથી ખવાતી આ 5 વસ્તુ, જિંદગીના 10 વર્ષ ઓછા કરે છે

ધ BMJ જર્નલમાં પ્રકાશિત થયેલા 30-વર્ષના લાંબા અભ્યાસ અનુસાર, આ વસ્તુઓ તમારું આયુષ્ય ઘટાડી શકે છે

કલર્સ, ઇમલ્સિફાયર, ફ્લેવર્સ અને અન્ય એડિટિવ્સ ઘણીવાર પેકેજ્ડ ફૂડમાં જોવા મળે છે.

જો તમે આ વસ્તુઓનું સેવન કરો છો તો સાવચેત રહો

આમાં સામાન્ય રીતે ઉચ્ચ કેલરી, ઉમેરવામાં આવેલી ખાંડ, સંતૃપ્ત ચરબી અને મીઠું હોય છે.

આ સિવાય તેમાં વિટામિન અને ફાઈબરની કમી હોય છે. મતલબ કે તેનું સેવન કરવાથી શરીરને શૂન્ય પોષણ મળે છે.

આ વસ્તુઓના સેવનથી સ્થૂળતા, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધે છે, જે હૃદય રોગ અને કેન્સરનું જોખમ વધારે છે.

અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે પેકેજ્ડ મીટ, મરઘાં અને સીફૂડમાંથી બનેલા તૈયાર ખોરાકમાં વહેલા મૃત્યુનું સૌથી વધુ જોખમ રહેલું છે.

આ પછી આવે છે ખાંડ, ડેરી ઉત્પાદનોમાંથી બનેલી મીઠાઈઓ અને પેકેજ્ડ બ્રેકફાસ્ટ ફૂડ.