યુનિયન બેંક ભરતી 2025 : યુનિયન બેંક ભરતી અંતર્ગત એપ્રેન્ટિસની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સ્ટાઈપેન્ડ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા,
અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
યુનિયન બેંક ભરતી 2025
Union Bank Recruitment 2025, યુનિયન બેંક ભરતી : બેંકમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રેન્ટિસ માટે ભરતી બહાર પાડી છે. બેંકે કૂલ 2691 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
યુનિયન બેંક ભરતી અંતર્ગત એપ્રેન્ટિસની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સ્ટાઈપેન્ડ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
યુનિયન બેંક ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા | યુનિયન બેંક ઓફ ઈન્ડિયા |
પોસ્ટ | એપ્રેન્ટિસ |
જગ્યા | 2691 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
વય મર્યાદા | 20થી 28 વર્ષ વચ્ચે |
અરજી કરવાની છેલ્લી તારીખ | 5 માર્ચ 2025 |
ક્યાં અરજી કરવી | unionbankofindia.co.in |
યુનિયન બેંક ભરતી પોસ્ટની વિગતો
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત દેશભરમાં વિવિધ રાજ્યોમાં 2691 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે અરજીઓ મંગાવી છે. નીચે આપેલા કોષ્ટકમાં દેશમાં કયા રાજ્યમાં કેટલી જગ્યાઓ ખાલી છે એ અંગે માહિતી આપવામાં આવી છે.
રાજ્ય | જગ્યા |
આંધ્રાપ્રદેશ | 549 |
અરુણાચલ પ્રદેશ | 1 |
આસામ | 12 |
બિહાર | 20 |
ચંડીગઢ | 11 |
છત્તિસગઢ | 13 |
ગોવા | 19 |
ગુજરાત | 125 |
હરિયાણા | 33 |
હિમાચલ પ્રદેશ | 2 |
જમ્મુકાશ્મિર | 4 |
ઝારખંડ | 305 |
કેરળ | 118 |
મધ્યપ્રદેશ | 81 |
મહારાષ્ટ્રા | 296 |
દિલ્હી | 69 |
ઓડિસા | 53 |
પંજાબ | 48 |
રાજસ્થાન | 41 |
તમિલનાડુ | 122 |
તેલંગાણા | 122 |
ઉત્તરાખંડ | 9 |
ઉત્તર પ્રદેશ | 361 |
પશ્ચિમ બંગાળ | 78 |
કુલ | 2691 |
શૈક્ષણિક લાયકાત
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરી તો ઉમેદવારે 1 એપ્રિલ 2021 પછી સરકાર માન્ય કોઈપણ સંસ્થામાંથી ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા
આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમદેવાર 20 વર્ષથી વધારે અને 28 વર્ષથી ઓછી ઉંમર ધરાવતો હોવો જોઈએ.
સ્ટાઈપેન્ડ
એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ એક વર્ષ સુધી ચાલે છે, જે દરમિયાન એપ્રેન્ટિસને વિવિધ બેંકિંગ પ્રક્રિયાઓ, ઉત્પાદનો અને પ્રેક્ટિસમાં વ્યવહારુ તાલીમ મળશે. એપ્રેન્ટિસ સમયગાળા દરમિયાન ઉમેદવારને દરમિયાન દર મહિને ₹ 15,000નું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. કોઈ વધારાના ભથ્થા અથવા લાભો આપવામાં આવશે નહીં.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે અરજી કરવી
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: unionbankofindia.co.in
- હોમપેજ પર એપ્લિકેશન લિંક શોધો
- જરૂરી ઓળખપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન કરો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- અરજી ફી ચૂકવો
- ફોર્મ સબમિટ કરો
- ભાવિ સંદર્ભ માટે ફોર્મ સાચવો અને ડાઉનલોડ કરો
ખાસ સૂચના
નોટિફિકેશન પ્રમાણે ઉમેદવારો ફક્ત તેમના ગૃહ રાજ્યમાં અરજી કરી શકે છે. ઉમેદવારો આ સગાઈ પ્રોજેક્ટ હેઠળ માત્ર એક જ વાર પરીક્ષા માટે હાજર થઈ શકે છે. અરજી કરતા પહેલા ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ લાયકાતની તારીખે એપ્રેન્ટીસ માટે પાત્રતાના માપદંડોને પૂર્ણ કરે છે. ઉમેદવારોએ માત્ર સરકારી એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે. અરજી સબમિટ કરવાની અન્ય રીત બેંક દ્વારા સ્વીકારવામાં આવશે.