યુનિફોર્મ સિવિલ કોડ: ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની તૈયારી, સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાની જાહેરાત કરવામાં આવી.
યુનિફોર્મ સિવિલ કોડ: યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ગુજરાત બીજું રાજ્ય બની શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે.
યુનિફોર્મ સિવિલ કોડ: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી
યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોમાં રંજના દેસાઈ, સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ (અધ્યક્ષ),વરિષ્ઠ નિવૃત IAS અધિકારી સી.એલ. મીના (સભ્ય),એડ્વોકેટ આર.સી.કોડેકર (સભ્ય),ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેસ ઠાકર (સભ્ય),સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ (સભ્ય) રહેશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, તમામ વાયદા પૂરા કરવામાં આવી રહ્યા છે. સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એક જ નિયમોને આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રંજનાબેન દેસાઈની નિમણૂક કરવા પાછળના કારણો અંગે જણાવ્યું હતું કે, તે ખૂબ અનુભવ ધરાવે છે.
અનુભવના આધારે પસંદગી કરવામાં આવે છે. બહોળો અનુભવ છે અને સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે. આદિવાસી અધિકારોને આ કાયદો અસર કરશે કે કેમ તે અંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ સરકારનું યુસીસી મોડેલ અદભુત છે.
આ મોડેલમાં આદિવાસી સમાજના હકને યુ.સી.સી કાયદામાં લાવવામાં આવ્યો નથી. ગૃહ મંત્રીએ પણ ઝારખંડની સભા દરમિયાન કહ્યું હતું કે, આદિવાસી સમાજના રિવાજ તથા કાયદાનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે.ગુજરાતમાં ધર્મના આધારે રહેણાંકનું વિભાજન (અશાંત ધારો) છે એ ઘટના આધારિત નક્કી કરવામાં આવે છે એટલે આ મુદ્દો સુસંગત નથી.
45 દિવસમાં રિપોર્ટ આવ્યા પછી મુખ્યમંત્રી નિર્ણય કરશે અને વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવશે. એચ.યુ.એફ.નો પણ અલાયદો કાયદો છે. કોઈ એક સમાજ માટે આ કાયદો નથી. ધર્મ સાથે જોડાયેલા લોકોને પણ આ કમિટી મળશે.