UGC NET Result December 2024-25: UGC NET નું પરિણામ જાહેર, કટ ઓફ માર્ક્સ અને આન્સર કી ચેક કરો અહીંથી

UGC NET Result December 2024-25

UGC NET Result December 2024-25: UGC NET પરિણામ ડિસેમ્બર 2024-25 જાહેર. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ (UGC NET ડિસેમ્બર 2024) ના પરિણામો જાહેર કર્યા છે.

UGC NET Result December 2024: જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, તેઓ ugcnet.nta.ac.in પરથી UGC NET પરિણામ / સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે. તેમજ કમિશને ફાઈનલ આન્સર કી પણ જાહેર કરી છે.

UGC NET Result December 2024-25

UGC NET ડિસેમ્બર પરીક્ષામાં કુલ 6,49,490 ઉમેદવારોએ હાજરી આપી હતી, જેમાંથી 5,158 ઉમેદવારોએ JRF અને આસિસ્ટન્ટ પ્રોફેસરશીપ માટે ક્વોલિફાઇંગ માર્ક્સ મેળવ્યા હતા.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ડિસેમ્બર 2024 માં UGC NET પરીક્ષાનું આયોજન કર્યું હતું. જે 85 વિષયોને આવરી લેતી કમ્પ્યુટર-આધારિત પરીક્ષા (CBT) હતી. આ પરીક્ષા નવ દિવસમાં યોજાઈ હતી, જેમાં 266 ભારતીય શહેરોમાં 558 કેન્દ્રો પર 16 સત્રો યોજાયા હતાં.

ઉમેદવારોની વાત કરવામાં આવે તો તેમાં કુલ 6,49,490 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થયા પછી, NTA એ 31 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડી હતી. નોંધનીય છે કે, ઉમેદવારોને 03 ફેબ્રુઆરી, 2025 સુધી પ્રતિ પ્રશ્ન 200 રૂપિયાની બિન-રિફંડપાત્ર ફી ચૂકવીને વાંધો ઉઠાવવાની તક આપવામાં આવી હતી.

UGC NET ડિસેમ્બર 2024 ની પરીક્ષા 3, 6, 7, 8, 9, 10, 16, 21 અને 26 જાન્યુઆરી, 2025 ના રોજ યોજાઈ હતી. આ માટે, દેશભરમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ UGC NET ડિસેમ્બર 2024 ના પરિણામ (UGC NET Cut off) ની સાથે શ્રેણીવાર (UR, OBC, ST, SC, EWS અને PWD) અને વિષયવાર કટ-ઓફ માર્ક્સ પણ જાહેર કર્યા છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.ac.in પર જઈને તેમના સંબંધિત વિષય અને શ્રેણી અનુસાર કટ-ઓફ માર્ક્સ ચકાસી શકે છે.

UGC NET Result December 2024-25 કઈ રીતે ચેક કરવું?

1. UGC NET ડિસેમ્બર 2024 પરિણામ જોવા અને સ્કોરકાર્ડ ડાઉનલોડ કરવા માટે, સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.ac.in ની મુલાકાત લો.
2. તમારા ગુણ અને શ્રેણીવાર/વિષયવાર કટ-ઓફ તપાસો.
3. જો તમે કટ-ઓફ પાર કરો છો તો તમે આસિસ્ટન્ટ પ્રોફેસર અથવા JRF માટે લાયક છો.

Join WhatsApp

Join Now

Leave a Comment