સુરત મહાનગરપાલિકા ભરતી: સુરત મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, લાયકાત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા
સુરત મહાનગરપાલિકા ભરતી
સુરત મહાનગરપાલિકા ભરતી 2025 : સુરતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સુરતમાં જ નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ધી એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વિવિધ ટ્રેડો પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. સુરત મહાનગરપાલિકા ભરતી માટે અરજી પ્રક્રિયા 25-2-2025 તારીખથી શરુ થશે.
સુરત મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, લાયકાત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
સુરત મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) |
પોસ્ટ | વિવિધ ટ્રેડ |
જગ્યા | 1000 |
વય મર્યાદા | 18-24 વર્ષ વચ્ચે |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની શરુઆતની તારીખ | 25-2-2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 3-3-2025 |
ક્યાં અરજી કરવી | https://www.suratmunicipal.gov.in/Information/Recruitment |
વિવિધ પોસ્ટની વિગતો
એપ્રેન્ટીસ ટ્રેડ | જગ્યા |
ઈલેક્ટ્રીશન-વાયરમેન | 80 |
ફીટર | 20 |
ડ્રાફ્ટ્સમેન(સિવિલ) | 20 |
સર્વેયર | 20 |
મીકેનીક(મોટર વ્હીકલ) | 5 |
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ | 5 |
મીકેનીક ડીઝલ | 10 |
હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર | 150 |
કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ સાસીસ્ટન્ટ | 180 |
મેડીકલ લેબ.ટેક.(પેથોલોજી) | 40 |
એકાઉન્ટ આસીસ્ટન્ટ | 160 |
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટ v2.0 | 180 |
માઈક્રો ફાઈનાન્સ એક્ઝીક્યુટીવ | 120 |
કુલ | 1000 |
શૈક્ષણિક લાયકાત
સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોએ જેતે ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 34 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ.
અરજી કરવાની મહત્વની તારીખ
સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી પ્રક્રિયા 25-2-2025ના રોજ સવારે 11:00 કલાકથી તારીખ 3-3-2025ના રોજ રાત્ર 11:00 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
સ્ટાઈપેન્ડ
સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને ધી એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ સ્ટાઈપેન્ડ પેટે ₹7700થી લઈને ₹ 9000 પ્રતિ માસ ચૂકવવામાં આવશે.
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
અરજી કેવી રીતે કરવી?
- સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ તરીકે અરજી કરતા પહેલા સૌ પ્રથમ દરેક ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે અરજી કરવાની રહેશે
- એપ્રેન્ટીસ પ્રોફાઈલની વિગતમાં ફરજિયાત ekYC અપડેટ કરવાનું રહેશ
- ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ પર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કર્યા બાદ જ https://www.suratmunicipal.gov.in/Information/Recruitment ઉપર અરજી કરી શકશે.
ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.
ઉમેદવારો માટે ખાસ સૂચન
- ઉમેદજવારોએ રૂબર અથવા ટપાલથીમોકલવામાં આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં.
- અગાઉ કોઈપણ ટ્રેડમાં એપ્રેન્ટીસશી પૂર્ણ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં.
- ઉમેદવારોએ ભરતી અંગેની તમામ વિગતો વાંચવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.