2 સપ્ટેમ્બર આજનું રાશિફળ: આજનું પંચાંગ – વાર – સોમવાર, પક્ષ – વદ, તિથી – અમાસ પૂર્ણ રાત્રી સુધી, નક્ષત્ર – મઘા, યોગ – શિવ, કરણ – ચતુસ્પાદ, સૂર્ય રાશી – સિંહ, ચંદ્ર રાશી – સિંહ.
2 સપ્ટેમ્બર આજનું રાશિફળ
2 સપ્ટેમ્બર, આજનું રાશિફળ: આજે સોમવતી અમાસ હોવાથી પીપળાના ઝાડ નીચે કાળા તલ અને ખાંડ નાખવાથી દેવું તેમજ પીત્રુ ના કામકાજ, સંતાન પ્રાપ્તિ, કોર્ટ કચેરીના કામકાજ તેમજ અન્ય કામો સારી રીતે પાર પડશે. જો બની શકે તો આજે વ્રત કરવું અને ગરીબોને અન્ન દાન કરવું.
મેશ રાશી (અ.લ.ઈ.)
આજે તમારા મનમાં સંતાનોને લઈને તમે થોડી ચિંતિત રહી શકો છો. વૈવાહિક જીવનની સમસ્યાઓ હલ આવી શકેશે. તમે તમારા શબ્દોથી એટલેકે વાતોથી લોકોને પ્રભાવિત કરી શકશો. કાર્યસ્થળ પર તમારી પ્રવૃત્તિ વધશે. મોસમી રોગોના કારણે તમને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
- રાશી સ્વામી: મંગળ
- આરાધ્ય ભગવાન: શ્રી હનુમાનજી
- અનુકુળ રંગ: લાલ
- અનુકુળ સંખ્યા: 1,8
વૃષભ રાશી (બ.વ.ઉ.)
આજે તમારે બીજાની વાતો પર વધારે વિશ્વાસ કરવો નહિ. તેમજ આજના દિવસે વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. પરિવારના સભ્યો આજે તમારી વાતની મજાક ઉડાડવાનો પ્રયાસ કરી શકે છે. તેમજ તમારે આજે હઠીલા વર્તનથી સાવધાન રેહવું જોઈએ. થાક અને નબળાઈની સંભાવના છે. આજે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.
- રાશી સ્વામી: શુક્ર
- આરાધ્ય ભગવાન: શ્રી દુર્ગામાતા
- અનુકુળ રંગ: સફેદ
- અનુકુળ સંખ્યા: 2,7
મિથુન રાશી (ક.છ.ઘ.)
આજે તમને તમારા કાર્યસ્થળ પર તમને અણધાર્યા લાભ મળવાની સંભાવના છે. માર્કેટિંગ સંબંધિત કામ માટે દિવસ સારો છે જેથી તેના પર વધારે ધ્યાન આપવું. તમને સારા સંપર્કોનો લાભ ચોક્કસપણે મળશે. તમારા નાના ભાઈ-બહેનોની પ્રગતિથી તમે ખુશ રહેશો. તેમજ લોકોમાં તમારી લોકપ્રિયતા વધશે. તમને તમારા માતા-પિતા તરફથી આશીર્વાદ મળશે.
- રાશી સ્વામી: બુધ
- આરાધ્ય ભગવાન: શ્રી ગણેશજી
- અનુકુળ રંગ: પીળો
- અનુકુળ સંખ્યા: 3,6
કર્ક રાશી (ડ.હ.)
કાર્યસ્થળ પર તમને જુનિયરો તરફથી સારો સહયોગ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. આયોજિત કાર્ય સમયસર પૂર્ણ થશે. તમે પ્રોપર્ટીમાં પૈસા રોકી શકો છો. દિવસ આનંદ અને ઉત્સાહથી ભરેલો રહેશે. તમારા વિચારો તમારા જીવનસાથી સાથે શેર કરવા યોગ્ય રહેશે.
- રાશી સ્વામી: ચંદ્ર
- આરાધ્ય ભગવાન: શિવજી
- અનુકુળ રંગ: દૂધિયુ
- અનુકુળ સંખ્યા: 4
આ પણ ખાસ વાંચો:
- Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી ક્યારે છે? જાણો મુહુર્ત, પૂજા વિધિ અને મહત્વ
- બેટ દ્વારકા: બેટ દ્વારકાનો વર્લ્ડ ક્લાસ સ્તરે થશે વિકાસ
સિંહ રાશી (મ.ટ.)
કાયદાકીય બાબતોમાં તમને વિજય મળી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે સારો તાલમેલ રહેશે. તમામ જરૂરી કામ કોઈપણ અવરોધ વિના પૂર્ણ કરવામાં આવશે. તમારી વાણીમાં નમ્ર રહેવાથી તમને સન્માન મળશે. તમે તમારા વિરોધીઓ પર વિજય મેળવશો. તમે તમારા બાળકોના વલણથી સંતુષ્ટ રહેશો.
- રાશી સ્વામી: સૂર્ય
- આરાધ્ય ભગવાન: શ્રી વિષ્ણુ નારાયણ
- અનુકુળ રંગ: સોનેરી
- અનુકુળ સંખ્યા: 5
કન્યા રાશી (પ.ઠ.ણ.)
અણધાર્યા પ્રવાસની સંભાવના બની શકે છે. શેરબજારમાં ધ્યાનપૂર્વક રોકાણ કરો. સંબંધીઓ પર વધારે વિશ્વાસ કરવો યોગ્ય નથી. પ્રિયજનો સાથે સમય પસાર થશે. પેટમાં કબજિયાત અને અપચોની સમસ્યા થઈ શકે છે. સાંજે કોઈ સહકર્મી સાથે મતભેદ થઈ શકે છે.
- રાશી સ્વામી: બુધ
- આરાધ્ય ભગવાન: શ્રી ગણેશજી
- અનુકુળ રંગ: લીલો
- અનુકુળ સંખ્યા: 3,8
તુલા રાશી (ર.ત.)
નોકરીમાં તમારી સત્તા એટલે કે પાવર વધવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં નાની-મોટી સમસ્યાઓ આવશે. ઘરમાં આજે અચાનક મહેમાન આવવાના ચાન્સ છે. પ્રેમ જીવનનો ભરપૂર આનંદ માણશો. તમે જટિલ અને ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવાની યોજના બનાવી શકો છો. બીજાની મદદ કરવા તૈયાર રહેશે.
- રાશી સ્વામી: શુક્ર
- આરાધ્ય ભગવાન: શ્રી દુર્ગામાતા
- અનુકુળ રંગ: સફેદ
- અનુકુળ સંખ્યા: 2,7
વૃષિક રાશી (ન.ય.)
આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો વિકાસ થવાની સંભાવના છે. તેમજ મહત્વિવની વાત એ છે કે વીરોધીઓ તમારા મિત્ર બની શકે છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો તો તમને ટૂંક સમયમાં સાર્થક પરિણામો મળવાની આશા છે. પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. તમારી છુપાયેલી પ્રતિભાને નિખારવાની સંપૂર્ણ તક મળશે.
- રાશી સ્વામી: મંગળ
- આરાધ્ય ભગવાન: શ્રી હનુમાનજી
- અનુકુળ રંગ: લાલ
- અનુકુળ સંખ્યા: 1,8
ધન રાશી (ભ.ધ.ફ.ઢ.)
આજે તમે તમારા કામને લઈને ચિંતિત રહી શકો છો. મહત્વપૂર્ણ અને ઉપયોગી વસ્તુઓની ચોરી થઈ શકે છે. એટલા માટે જો તમે આજે મુસાફરી કરી રહ્યા હોવ તો તમારા સામાનનું ખાસ ધ્યાન રાખો. બિનજરૂરી કાર્યોમાં તમારો સમય વેડફશો નહીં. તમારે ગુસ્સો અને ઘમંડી વ્યક્તિત્વ દર્શાવવાનું ટાળવું જોઈએ. ધીરજથી કામ કરશો તો સફળતા મળશે.
- રાશી સ્વામી: બૃહસ્પતિ
- આરાધ્ય ભગવાન: શ્રી વિષ્ણુ નારાયણ
- અનુકુળ રંગ: પીળો
- અનુકુળ સંખ્યા: 9,12
મકર રાશી (ખ.જ.)
દિવસની શરૂઆત સારી નહીં રહે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું પડશે. તમે શુભ કાર્યોમાં પૈસા ખર્ચ કરશો. ઉદ્યોગપતિઓએ તેમના ગ્રાહકો સાથે સારા સંબંધો જાળવી રાખવા જોઈએ. તમને વડીલો તરફથી આશીર્વાદ મળશે. તમારે ખોટા વ્યવહારથી દૂર રહેવું જોઈએ.
- રાશી સ્વામી: શની
- આરાધ્ય ભગવાન: શિવજી
- અનુકુળ રંગ: વાદળી
- અનુકુળ સંખ્યા: 10,11
કુંભ રાશી (ગ.શ.ષ)
વિરોધીઓ તમારી મજાક ઉડાવી શકે છે. મનમાં અસ્થિરતા અને તણાવની સ્થિતિ રહેશે. ટૂંકા અંતરની મુસાફરી કરવાનું વિચારશે. ગળામાં ઈન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે. લગ્નેતર સંબંધોના કારણે મુશ્કેલીઓ ઊભી થશે.
- રાશી સ્વામી: શની
- આરાધ્ય ભગવાન: શિવજી (રુદ્ર સ્વરૂપ)
- અનુકુળ રંગ: વાદળી
- અનુકુળ સંખ્યા: 10,11
મીન રાશી (દ.ચ.ઝ.થ.)
અચાનક આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના છે. તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. તમે ભવિષ્ય માટે મોટી યોજનાઓ બનાવી શકો છો. તમે કોઈ શુભ કાર્યમાં ભાગ લઈ શકો છો. કામ પ્રત્યે એકાગ્રતા રહેશે.
- રાશી સ્વામી: બૃહસ્પતિ
- આરાધ્ય ભગવાન: શ્રી વિષ્ણુ નારાયણ
- અનુકુળ રંગ: પીળો
- અનુકુળ સંખ્યા: 09,12
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratAsmita આની પુષ્ટિ કરતુ નથી. માત્ર ને માત્ર સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.