RTE Gujarat Admission Documents List : આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન  ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો

RTE Gujarat Admission Documents List

RTE Gujarat Admission Documents List : આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન  ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો જોઈશે નું લિસ્ટ ની માહિતી આપવામાં આવી છે.

RTE Gujarat Admission Documents List

ક્રમદસ્તાવેજનું નામમાન્ય આધાર-પુરાવાની વિગત
1રહેઠાણ નો પુરાવો– આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
– જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્ય ગણવામાં આવશે.
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
2વાલીનું જાતીનું પ્રમાણપત્રમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
3જન્મનું પ્રમાણપત્રગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર / માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
4ફોટોગ્રાફપાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
5વાલીની આવકનું પ્રમાણપત્રઆવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે.
ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે
અને તે તા. ૦૧/૦૪/૨૦૨૨ પછીનો જ માન્ય ગણાશે.
6બીપીએલ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા
નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના
કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો,
નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા
વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે.
7વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
8અનાથ બાળકજે તે જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
9સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળકજે તે જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
10બાલગૃહના બાળકોજે તે જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
11બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકોજે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
12સેરેબ્રલી પાલ્સી વાળા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
13ખાસ જરૂરિયાતવાળા બાળકો (દિવ્યાંગ)સિવિલ સર્જનનું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
14(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
15શહીદ થયેલ જવાનના બાળકોસંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
16સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટેગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે
સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
17સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકોસરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે
વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું
સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવો.
18બાળકનું આધારકાર્ડબાળકના આધારકાર્ડની નકલ
19વાલીનું આધારકાર્ડવાલીના આધારકાર્ડની નકલ
20બેંકની વિગતોબાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
21સેલ્ફ ડિક્લેરેશનપાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન
ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું
સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન  ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો

આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઉપર આપેલ ડોકયુમેન્ટ ની જરૂર પડશે જે તમારે ફોર્મ ભરતી વખતે સાથે રાખવાના રહેશે.

Join WhatsApp

Join Now

Leave a Comment