Rachin Ravindra Cricket Record: ન્યુઝીલેન્ડ ટીમના યુવા બેટ્સમેન રચિન રવિન્દ્રએ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે સદી ફટકારી હતી. આ સદી સાથે જ તેણે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે.
Rachin Ravindra Record
Rachin Ravindra Cricket Record: ન્યુઝીલેન્ડે બુધવારે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ન્યૂઝીલેન્ડની આ જીતમાં ફરી એકવાર યુવા બેટ્સમેન રચિન રવિન્દ્ર ચમક્યો જેણે સદી ફટકારી હતી. માત્ર 25 વર્ષની ઉંમરમાં જ રચિન રવિન્દ્રને ઘણા રન બનાવ્યા અને ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા. બુધવારે તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો અને ઓસ્ટ્રેલિયાના લેજન્ડ રિકી પોન્ટિંગ અને કેન વિલિયમસનને પણ પાછળ રાખી દીધા હતા.
રચિન રવિન્દ્ર એ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
રચિન રવિન્દ્રએ બુધવારે એક સદી ફટકારી હતી, જે આ ટૂર્નામેન્ટમાં તેની બીજી અને આઇસીસી ટૂર્નામેન્ટમાં તેની પાંચમી સદી હતી. 25 વર્ષની ઉંમરમાં આઈસીસી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. સચિન તેંડુલકરે 25 વર્ષની ઉંમર સુધી આઈસીસી ટૂર્નામેન્ટ્સમાં માત્ર ત્રણ સદી ફટકારી હતી. આ સાથે જ ઉપુલ થરંગા બે સદી ફટકારનાર ત્રીજા નંબર પર છે.
ન્યુઝીલેન્ડ માટે રચિન રવિન્દ્રએ બનાવ્યો રેકોર્ડ
આઈસીસી ટૂર્નામેન્ટમાં પણ ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી રચિન રવિન્દ્ર છે. તેણે પાંચ સદી ફટકારી છે, જ્યારે કેન વિલિયમસન (3 સદી), બ્રેન્ડન મેક્કુલમ (2 સદી) અને સ્ટીફન ફ્લેમિંગ પણ આગળ છે.
કિવી ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા
હાલમાં રચિન રવિન્દ્ર 25 વર્ષની ઉંમરે આઇસીસી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન ફટકારવામાં બીજા ક્રમે છે. તેણે 13 ઇનિંગ્સમાં 793 રન બનાવ્યા છે. માત્ર સચિન તેંડુલકર જ તેમનાથી આગળ છે જેમણે 16 ઇનિંગ્સમાં 955 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 19 ઇનિંગ્સમાં 670 રન બનાવ્યા છે. તે ત્રીજા સ્થાને છે.