PT Teacher Recruitment: કરાર આધારિત ભરતી બંધ કરો, કાયમી ભરતી કરવા માટે વ્યાયામ શિક્ષકોનું ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન

PT Teacher Recruitment

PT Teacher Recruitment: કરાર આધારિત ભરતી બંધ કરીને કાયમી ભરતી કરવા માટે વ્યાયામ શિક્ષકોનું ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન.

PT Teacher Recruitment: ગુજરાત રાજ્યની અંદર કરાર આધારિત ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી થાય એ માંગ સાથે આજે વ્યાયામ શિક્ષકો ગાંધીનગરના રામકથા મેદાનમાં આંદોલન પર બેઠા છે. અનેકવાર રજુઆતો કરવા છતાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા શિક્ષકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું.

PT Teacher Recruitmentકાયમી ભરતી કરવા માટે વ્યાયામ શિક્ષકોનું ઉગ્ર આંદોલન

  • વ્યાયામ શિક્ષકોનું ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન
  • કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતી કરો
  • વ્યાયામ શિક્ષકો ગાંધીનગરના રામકથા મેદાનમાં આંદોલન પર બેઠા

ઉનાળાના આ ધોમધખતા તડકામાં વ્યાયામ શિક્ષકો ગાંધીનગરના રામકથા મેદાનમાં આંદોલન પર બેઠા છે. અને આ આંદોલનમાં વધુ ને વધુ ઉમેદવારો જોડાય તેની અપીલ કરવામાં આવી છે. વ્યાયામ શિક્ષકોના આંદોલનને યુવરાજ સિંહ જાડેજા , જીગ્નેશ મેવાની, અમિત ચાવડા સહિતના નેતાઓએ સમર્થન આપી તેમની સાથે જોડાયા છે.

શું છે વ્યાયામ શિક્ષકોની માંગણી?

ગુજરાત રાજ્ય માં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. જેથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.

રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માત્ર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં કરવામાં આવે છે. એ પણ રાજ્યમાં રોસ્ટર પ્રમાણે ખાલી જગ્યાઓ છે, તેના કરતાં ખૂબ ઓછી સંખ્યામાં કરવામાં આવે છે. રાજ્યમાં ધોરણ 1 થી 8માં વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં જ આવતી નથી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.

રાજ્યમાં રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા જે ખેલ અભિરુચિ કસોટી (SAT) પરીક્ષા લેવામાં આવી છે, તેને માન્ય ગણીને તે પરીક્ષા ઉપર કાયમી ભરતી કરવામાં આવે.

રાજ્યમાં ખેલ અભિરુચિ કસોટી જ્યારે લેવાની હતી, ત્યારે રાજ્યમાં સરકારે લગભગ 5,075 જેટલી વ્યાયામ શિક્ષકોની ખાલી જગ્યાઓ બતાવી હતી. તે તમામ જગ્યાઓ ઉપર કાયમી ભરતી કરવામાં આવે.

રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટે સત્વરે 15 વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી કરી નથી. તેને ધ્યાનમાં રાખીને નવો જી.આર. નવું માળખું રચવામાં આવે અને સત્વરે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવે.

ગુજરાત રાજ્યના તમામ વ્યાયામ શિક્ષકની ડીગ્રી ધરાવતા ઉમેદવારો, ખેલ સહાયકો ,વ્યાયામ શિક્ષકની ભરતીની રાહ જોઈને બેઠેલા એવા તમામ ઉમેદવાર સરકાર પાસે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી ઉપર જણાવ્યા અનુસાર થાય અને કરાર આધારિત ભરતી બંધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment