PMIS 2025: પીએમ ઇન્ટર્નશિપ યોજના 2025 માટે રજિસ્ટ્રેશન શરૂ મહિને 6000 સ્ટાઇપેન્ડ લાયકાત અને અંતિમ તારીખ

PMIS 2025

PM Internship Scheme 2025: પીએમ ઇન્ટર્નશિપ યોજના PMIS 2025 માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. પસંદ થનાર ઉમેદવારોને ભારતની ટોપ 500 કંપનીમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે.

PMIS 2025

PM Internship Scheme 2025: પીએમ ઇન્ટર્નશિપ યોજના PMIS 2025 માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. રસ ધરાવતા ઉમેરવાર સત્તાવાર પોર્ટલ પર જઇ ઓનલાઇન અરજી કરી શકે છે. પીએમ ઇન્ટર્નશિપ યોજના હેઠળ યુવાઓને સ્કીલ ડેવલપમેન્ટ અને ઉદ્યોગમાં પ્રોફેશનલ અનુભવ મેળવવાની તક મળશે. ઉપરાંત ઇન્ટર્નશિપ દરમિયાન નિર્ધારિત સ્ટાઇપેન્ડ પણ મળશે. ચાલો જાણીયે પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને છેલ્લી તારીખ

પીએમ ઇન્ટર્નશિપ યોજના રજિસ્ટ્રેશન લાયકાત

પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે 21 થી 24 વર્ષના ધોરણ 10, 12 પાક, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા ડિગ્રી ધારક ઉમેદવાર અરજી કરી શકે છે.

તારીખ છેલ્લી

પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025 છે.

પીએમ ઇન્ટર્નશિપ યોજના સ્ટાઇપેન્ડ

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે યુનિયન બજેટ 2025માં પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે 800 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. આ યોજના 3 ઓક્ટોબર 2024ના રોજ સત્તાવાર શરૂ કરવામાં આવી હતી. પસંદ થનાર ઉમેદવારોને દર મહિને 6000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે. પીએમ ઇન્ટર્નશિપ યોજના હેઠળ ભારતની ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે. ઓટોમોબાઇલ, ફાઈનાન્સ, હોસ્પિટાલિટી અને ટેક્નોલોજી જેવા વિવિધ સેક્ટરની કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાનો મોકો મળશે.

PMIS 2025 માટે અરજી કરવાની પ્રક્રિયા

  • પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે રજિસ્ટ્રેશન કરવા સત્તાવાર વેબસાઇટ પર જાઓ
  • રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો અને જરૂરી વિગત દાખલ કરી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો
  • લોગિન ક્રેડેન્શિયલનો ઉપયોગ કરી પોર્ટલ કર લોગિન કરો
  • એપ્લિકેશન ફોર્મ ભરો અને જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ફોર્મ સબમીટ કરો અને ભવિષ્યમાં સંદર્ભ માટે કન્ફર્મેશન પેજ સેવ કરો અને પ્રિન્ટ કાઢી લો

પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે કોણ અરજી કરી શકે છે

પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે ભારતીય નાગરિક હોવી આવશ્યક છે. રસ ધરાવતા ઉમેદવાર ધોરણ 10, 12 પાસ, સ્નાતક, અનુસ્નાતક અને ડિપ્લોમા ડિગ્રી પાસ હોવો જરૂરી છે. જે ઉમેદવાર રસ ધરાવે છે તેઓ વહેલાસર પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવી શકે

Join WhatsApp

Join Now

Leave a Comment