PM સૂર્ય ઘર યોજના: સરકાર આપી રહી છે 78000 રૂપિયા સુધીની સબસીડી

PM સૂર્ય ઘર યોજના

PM સૂર્ય ઘર યોજના: રૂફટોપ સોલાર સીસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ 532 મેગાવોટ ક્ષમતાની 1.45 લાખથી વધુ સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપિત કરાઈ.

PM સૂર્ય ઘર યોજના: ‘PM સૂર્ય ઘર યોજના’ દરેક ગામમાં ઘરે ઘરે મળશે સોલાર, સરકાર આપી રહી છે સબસીડી, જાણો કેવી રીતે કરવી અરજી. PM Surya Ghar Muft Bijli Yojana પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં એક કરોડ ઘરો પર રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે. આમાં મફત વીજળીનું પણ વચન આપવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દ્વારા મફત વીજળી માટે રૂફટોપ સોલર સ્કીમPM સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી.

PM સૂર્ય ઘર યોજના

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે “વધુ ટકાઉ વિકાસ અને લોકોની સુખાકારી માટે, અમે પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના શરૂ કરી રહ્યા છીએ. રૂ. 75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ, 300 એકમો સુધી દર મહિને મફત વીજળી પ્રદાન કરીને 1 કરોડ પરિવારોને પ્રકાશ આપવાનું લક્ષ્ય ધરાવે છે.”

“ભારતીય સબસિડીથી માંડીને, જે લોકોના બેંક ખાતામાં સીધી આપવામાં આવશે, ભારે રાહતવાળી બેંક લોન સુધી, કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરશે કે લોકો પર કોઈ ખર્ચનો બોજ ન પડે. તમામ હિતધારકોને નેશનલ ઓનલાઈન પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવશે જે વધુ સુવિધા આપશે.”

“આ યોજનાને પાયાના સ્તરે લોકપ્રિય બનાવવા માટે, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને તેમના અધિકારક્ષેત્રમાં રૂફટોપ સોલાર સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તે જ સમયે, આ યોજના વધુ આવક, ઓછા વીજ બિલ અને લોકો માટે રોજગાર નિર્માણ તરફ દોરી જશે.”

“ચાલો સૌર ઉર્જા અને ટકાઉ પ્રગતિને પ્રોત્સાહન આપીએ. હું તમામ રહેણાંક ગ્રાહકોને, ખાસ કરીને યુવાનોને વિનંતી કરું છું કે તેઓ pmsuryaghar.gov.in અરજી કરીને PM – સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજનાને મજબૂત કરે.”

આ પણ ખાસ વાંચો:

સરકાર આપી રહી છે સબસિડી: પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના (મુફત વીજળી યોજના) હેઠળ, 1-કિલોવોટ રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરનાર વ્યક્તિને 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. 2 kW ની સિસ્ટમ ઇન્સ્ટોલ કરનારાઓ માટે નવી સબસિડી રૂ. 60,000 હશે, જ્યારે 3 kW રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરનારાઓને રૂ. 78,000 ની સબસિડી મળશે.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના

કોને મળશે સૌથી વધારે છૂટ: સરકારે જણાવ્યા અનુસાર, જે વ્યક્તિ એક કિલોવોટ સુધીની સોલર પેનલ લગાવશે, તેને 18 હજાર રૂપિયા સબસિડી આપવામાં આવશે. જ્યારે બે કિલોવોટ સુધીની સોલર પેનલ લગાવવા પર 30 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે.

PM સૂર્ય ઘર યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

1. સૌ પ્રથમ https://www.pmsuryaghar.gov.in/ પોર્ટલમાં નોંધણી કરો. તે પછી તમારું રાજ્ય પસંદ કરો. વીજળી વિતરણ કંપની પસંદ કરો.
2. તે કર્યા પછી વીજળી ગ્રાહક નંબર દાખલ કરો. તમારો મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ કરો. પોર્ટલમાં આપેલા નિર્દેશોને અનુસરો.
3. ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર સાથે લોગિન કરો. ફોર્મ મુજબ રૂફટોપ સોલાર માટે અરજી કરો.
4. ડિસ્કોમ તરફથી સંભવિત મંજૂરીની રાહ જુઓ. એકવાર તમે સંભવિતતાની મંજૂરી મેળવી લો, પછી તમારા ડિસ્કોમ સાથે નોંધાયેલા કોઈપણ વિક્રેતા પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરો.
5. એકવાર ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જાય, પછી પ્લાન્ટની વિગતો જમા કરો અને નેટ મીટર માટે અરજી કરો.
6. નેટ મીટરની સ્થાપના અને ડિસ્કોમ દ્વારા નિરીક્ષણ કર્યા પછી, તેઓ પોર્ટલ પરથી કમિશનિંગ પ્રમાણપત્ર જનરેટ કરશે.
7. એકવાર તમે કમિશનિંગ રિપોર્ટ મેળવો પછી બેંક ખાતાની વિગતો આપો અને પોર્ટલ દ્વારા કેન્સલ ચેક જમા કરો. તમને 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં તમારી સબસિડી મળશે.

PM સૂર્ય ઘર યોજના માટે અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

PM સૂર્ય ઘર યોજના માટે અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.pmsuryaghar.gov.in/ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા રૂ. 75,000 કરોડ કિંમતની મહત્વકાંક્ષી “પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના” જાહેર કરી છે, જેનો ઉદ્દેશ્ય 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે. આ યોજના હેઠળ ગુજરાતમાં કુલ 2.49 લાખથી વધુ અરજીઓ નોંધાઈ હતી. આ અરજીઓ પૈકી અત્યાર સુધીમાં કુલ ૫૩૨ મેગાવોટ ક્ષમતાની1.45 લાખથી વધુ સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. પીએમ સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત ૫૨ ટકાના યોગદાન સાથે મોખરે છે. સિંગલ વિન્ડો સિસ્ટમથી નાગરીકો આ યોજનાનો સરળતાથી લાભ લઇ રહ્યા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment