ગુજરાત ઘૂમવાનો મોકો : એસટી નિગમની સસ્તી યોજના, મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના

મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના

એસટી નિગમની ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના વિશે જાણો – સસ્તા ભાડે ગુજરાતમાં 4 કે 7 દિવસ સુધી અમર્યાદિત બસ પ્રવાસની તક. વેકેશનને યાદગાર બનાવો!”

મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના

એસટી નિગમે મન ફાવે ત્યાં પ્રવાસ કરો’ યોજના શરૂ કરી છે. કોઈ પણ વ્યક્તિ સામાન્ય બસ ઉપરાંત નોન એસી સ્લીપર કોચ, એસી સીટર તેમજ વોલ્વો બસમાં 4 દિવસ અને 7 દિવસના પ્રવાસ માટે બુકિંગ કરાવી રાજ્યમાં ગમે ત્યાં પ્રવાસ કરી શકે છે. સામાન્ય એક્સપ્રેસ કે ગુર્જરનગરી બસમાં 4 દિવસનું ભાડું રૂ. 850 અને 7 દિવસનું ભાડું 1450

આ યોજના હેઠળ, વ્યક્તિ એક નિશ્ચિત ભાડું ચૂકવીને ચાર કે સાત દિવસ સુધી ગુજરાતના કોઈપણ ખૂણે એસટી બસોમાં મુસાફરી કરી શકે છે. આ યોજના ખાસ કરીને ઉનાળાના વેકેશનને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે, જેથી લોકો ઓછા ખર્ચે પ્રવાસનો આનંદ માણી શકે

એસટી નિગમની સસ્તી યોજના, મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના#GSRTC #Gujarat #SarkariYojana pic.twitter.com/VRhn1qnzR8— SarkariMahiti (@Sarkari_Mahiti) March 22, 2025

એસટી નિગમના અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતના લોકો રાજ્યના ઐતિહાસિક, ધાર્મિક તેમજ મહત્વના સ્થળની મુલાકાત લઈ શકે તે માટે ગુજરાતની હદમાં ત્યાં પ્રવાસ કરો યોજના અમલમાં મુકવામાં આવી છે. બુકિંગ કરનાર પેસન્જરે ટોલટેક્સની રકમ અલગથી ચૂકવવાની રહેશે. એ જ રીતે નોન એસી સ્લીપર કોચમાં બર્થ માટે પેસેન્જર દીઠ રૂ.80નો વધારાનો ચાર્જ ચૂકવવાનો રહેશે. પીક અને સ્લેક સિઝન માટે એક સરખું ભાડું રખાયું છે.

આ યોજના લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી અને નોન-એસી સ્લીપર બસોમાં લાગુ છે, જે મુસાફરોને વિવિધ વિકલ્પો પૂરા પાડે છે. આ રીતે, એસટી નિગમે મુસાફરોની સુવિધા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment