NZ vs SA બીજી સેમિફાઈનલ : આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમિફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાનો સામનો ન્યુઝીલેન્ડ સાથે છે. આ મેચ 5 માર્ચના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાવાની છે.
NZ vs SA Champions Trophy 2025 બીજી સેમિફાઈનલ
NZ vs SA Playing 11: આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમિફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાનો સામનો ન્યુઝીલેન્ડ સાથે થવાનો છે. આ મેચ 5 માર્ચના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાવાની છે. આ ટૂર્નામેન્ટમાં સાઉથ આફ્રિકાની ટીમ અત્યાર સુધીમાં એકપણ મેચ હારી નથી જ્યારે ન્યુઝીલેન્ડને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આજે રમાનારી મહત્વપૂર્ણ મેચમાં બંને ટીમો તેમની પ્લેઈંગ 11માં બદલાવ કરી શકે છે.
સાઉથ આફ્રિકાના કેપ્ટનની થશે વાપસી
સાઉથ આફ્રિકાની પ્લેઈંગ 11માં એક બદલાવ જોવા મળી શકે છે. ટોની ડી જોર્જી અને નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમા તાવને કારણે ઈંગ્લેન્ડ સામે રમ્યા ન હતા. ત્યારે ન્યુઝીલેન્ડ સામેની સેમિફાઈનલ મેચમાં ટેમ્બા બાવુમાની વાપસી થશે. આવી સ્થિતિમાં, ટ્રિસ્ટન સ્ટબ્સને બહાર બેસવું પડશે. જ્યારે ટોની ડી જોર્જીને પ્લેઈંગ 11માં જગ્યા મળ તેવી શક્યતા ઓછી છે.
કોનવેની થઈ શકે છે વાપસી
ન્યુઝીલેન્ડની ટીમમાં ડેવોન કોનવેની વાપસી થઈ શકે છે. આવી સ્થિતિમાં, ડેરિલ મિશેલને બહાર બેસવું પડી શકે છે. આ સિવાય કેપ્ટન મિશેલ સેન્ટર ટીમમાં અન્ય કોઈ બદલાવ કરે તેવી શક્યતા ઓછી છે.
સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), રેયાન રિકલ્ટન, રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી.
ન્યુઝીલેન્ડ: વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેવોન કોનવે, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓરુઓકે