New Income Tax Bill: નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી, આવતા નવા અઠવાડિયે નવું ઇન્કમ ટેક્ષ બીલ આવશે.
New Income Tax Bill: નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઈન્કમ ટેક્સ માટે બજેટમાં મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે, સરકાર નવુ ઈન્કમ ટેક્સ બિલ લાવી રહી છે. જેની જાહેરાત આગામી સપ્તાહે કરવામાં આવશે. આ બજેટમાં નાણામંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે. નોકરિયાત વર્ગ માટે હવે વાર્ષિક ૧૨ લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
New Income Tax Bill: આવતા નવા અઠવાડિયે નવું ઇન્કમ ટેક્ષ બીલ આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આવતા અઠવાડિયે એક નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓની સુવિધા વધારવા માટે કર સુધારા લાગુ કરવામાં સરકારના દાયકા લાંબા પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. નાણામંત્રીએ જાહેરાત કરી કે સરકારના સુધારા એજન્ડાને આગળ ધપાવતા, આવતા અઠવાડિયે એક નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે.
મીડલ ક્લાસ માટે મોટી જાહેરાત
- ટેક્સ સ્લેબમાં મોટી જાહેરાત, ટેક્સમાં વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની મર્યાદા. એટલે કે વાર્ષિક 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં.
- વૃદ્ધો માટે સ્ટાન્ડર્ડ ટેક્સ ડિડક્શન 50 હજારથી વધારીને એક લાખ કરાયું.
- તમામ સરકારી શાળાઓમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી. ડિજિટલ શિક્ષણ સંસાધનો સુધી સારી પહોંચ સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી માધ્યમિક વિદ્યાલયો અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અપાશે.
બજેટમાં સૌથી વધુ રાહ જોવાતી અને ખાસ કરીને મધ્યમવર્ગ માટે મહત્ત્વની ગણાતી ઈન્કમ ટેક્સ સંબંધિત સુધારા-વધારા મુદ્દે સરકારની મોટી જાહેરાતથી લોકોની મૂંઝવણો વધી છે. આગામી સપ્તાહે નવું ઈન્કમ ટેક્સ બિલ જાહેર થયા બાદ આ મુદ્દે વધુ સ્પષ્ટ ચિત્ર જાણી શકાશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સ્ટાર્ટઅપ માટે સરકારના 10,000 કરોડ રૂપિયાના યોગદાનથી ભંડોળની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર પ્રથમ વખત પાંચ લાખ મહિલાઓ, એસસી અને એસટી ઉદ્યોગ સાહસિકોને 2 કરોડ રૂપિયાની લોન આપશે.