નર્મદા પરિક્રમા: એક જૂની કહેવત છે કે ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી માનવ જીવન પવિત્ર બની જાય છે. નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમા 29 માર્ચ થી શરુ થશે.
નર્મદા પરિક્રમા: નર્મદા જીલ્લામાંથી પસાર થતી નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમા એક મહિના સુધી ચાલશે. આ પરિક્રમા અમરકંટકથી નીકળતી નર્મદા રામપુરા પાસે ઉત્તરવાહીની થઈને વહે છે. અને જે સ્થળેથી પરિક્રમાની શરૂઆત થાય છે ત્યાં રામપુરા ખાતે જ પૂર્ણ થાય છે.
નર્મદા પરિક્રમા
- નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમા 29 માર્ચ 2025થી શરુ થશે
- નર્મદા પરિક્રમા એક મહિના સુધી ચાલશે
- ભાવિકભક્તો શ્રદ્ધાળુઓ 14 કિ.મી.ની પગપાળા પરિક્રમા કરે છે
નર્મદા જીલ્લામાંથી પસાર થતી નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમા 29 માર્ચથી શરૂ થઈ રહી છે. આ પરિક્રમા એક મહિના સુધી ચાલશે. અમરકંટકથી નીકળતી લોકમાતા નર્મદા રામપુરા પાસે ઉત્તરવાહીની થઈને વહે છે. અને જે સ્થળેથી પરિક્રમાની શરૂઆત થાય છે ત્યાં રામપુરા ખાતે જ પૂર્ણ થાય છે.
14 કિલોમીટરની પરિક્રમા માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પરિક્રમાવાસીઓને કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી ન થાય તે માટે ની તમામ તૈયારી માટે તંત્ર દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવી છે. જે લોકો નર્મદાની સંપૂર્ણ પરિક્રમા નથી કરી શકતા તેઓ આ 14 કિલોમીટર ની પરિક્રમા કરીને ધન્યતા અનુભવે છે.
જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યમાંથી લોકો આ પરિક્રમા કરવા આવતા હોય છે જે તંત્ર દ્વારા પરિક્રમાનો પ્રારંભ અને પૂર્ણતા શાંતિપૂર્ણ રીતે થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે.