આ પોસ્ટમાં આપણે જાણીશું માનવ કલ્યાણ યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? વગેરે વિષે જાણીશું.
માનવ કલ્યાણ યોજના વિષે સંપૂર્ણ માહિતી :
આ યોજના માં આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહને પુરતી આવક મળી રહે તેને લઈને આ યોજના બહાર પાડવામાં આવી. માનવ કલ્યાણ યોજના અંતર્ગત અલગ અલગ 28 વ્યવસાયો માટે સાધનો ની કીટ આપવામાં આવે છે. આ યોજના ની શરૂઆત વર્ષ 11/09/1995 થી કરવામાં આવી હતી.
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે અને તેના ફાયદાઓ
આ યોજના હેઠળ ઉંમર મર્યાદા 16 થી 60 વર્ષની છે.
ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ કે જે ગરીબી રેખા ની યાદી માં આવતા હોય (આવક નો દાખલો રજુ કરવાનો રહેતો નથી)
અરજદાર આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહનો હોય તો કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તાર માટે ₹1,20,000/- સુઘી હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000/- સુઘી હોવી જોઈએ.
આ યોજના અંતર્ગત અલગ અલગ 28 વ્યવસાયો માટે સાધનો જેવા કે દરજીકામ, મોચિકામ, ભરતકામ, બ્યુટિપાર્લર વગેરે વ્યવસાયો માટે સાધનો ની કીટ આપવામાં આવશે.
આ યોજનામાં લાભ મેળવવા ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ :
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- રેશન કાર્ડની નકલ
- જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- જાતિનો દાખલો
- ગ્રામ્ય માં બીપીએલ સ્કોર સાથે અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગારી કાર્ડની નકલ અથવા આવકનો દાખલો
- ધંધાના અનુભવનો દાખલો
- આધારકાર્ડ ની નકલ
- ચૂંટણીકાર્ડની નકલ
માનવ કલ્યાણ યોજના ફોર્મ PDF ડાઉનલોડ: DOWNLOAD
FAQ – સામાન્ય પૂછતાં પ્રશ્નો
Q.માનવ કલ્યાણ યોજના હેઠળ ઉંમર મર્યાદા કેટલી રાખવામાં આવી છે?
A.માનવ કલ્યાણ યોજના હેઠળ ઉંમર મર્યાદા 16 થી 60 વર્ષની રાખવામાં આવી છે.
Q.માનવ કલ્યાણ યોજના ટોટલ કેટલા વ્યવસાયો માટે સાધનો ની કીટ આપવામાં આવે છે?
A.માનવ કલ્યાણ યોજના ટોટલ 28 વ્યવસાયો માટે સાધનો ની કીટ આપવામાં આવે છે.
Q. આ યોજના ની શરૂઆત કયા વર્ષમાં થઈ?
A. આ યોજના ની શરૂઆત 1995 ના વર્ષમાં થઈ.
Q.માનવ કલ્યાણ યોજના હેઠળ ખેતીકામ માં મળવા પાત્ર યોજના ખરી?
A.માનવ કલ્યાણ યોજના હેઠળ ખેતીકામ માં મળવા પાત્ર યોજના નથી તેના માટે i-khedut પર યોજનાઓનો સમાવેશ થાય છે.