Mauni Amavasya Mahakumbh Stampede : મૌની અમાસ નિમિત્તે બીજા ‘અમૃત સ્નાન’ માટે સંગમ ખાતે એકત્ર થયેલી વિશાળ ભીડને કારણે મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે નાસભાગ મચી ગઈ હતી.
Mahakumbh Stampede Updates
Mahakumbh Stampede Updates: પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મંગળવારની રાત્રે ભારે ભીડના કારણે નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે 17 લોકોના મોત થયા છે. જો કે, મૃતકોની સંખ્યા વધુ કહેવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. તંત્ર રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયું છે. માહિતી મળી રહી છે કે, આ ઘટના રાત્રે 2 વાગ્યાની આસપાસ સંગટ તટ નજીક બની હતી.
ઘાયલો અને મૃતકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત બાદ NSG કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો હતો. સંગમ નાક વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ હતો. પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે તે માટે શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
નાસભાગ પછી, વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે મૌની અમાસનું અમૃત સ્નાન રદ કર્યું છે. અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ કહ્યું કે, સંગમ નાકા પર વધુ પડતી ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીએ સીએમ યોગી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે ઘટના અંગે પૂછપરછ કરી હતી.
મહાકુંભમાં થયેલી નાસભાગ બાદ સંગમ ક્ષેત્રના હાલાતની જાણકારી મેળવવા માટે પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી છે. તેમને ઘટનાની જાણકારી મેળવી અને લોકોને તાત્કાલિક સહાયતા આપવાના આદેશ કર્યા છે. ગૃહ મંત્રી અમિત શાહે પણ સીએમ યોગી સાથે વાતચીત કરી છે.