મહાકુંભ 2025: મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે વડાપ્રધાન મોદી, ત્રિવેણી ઘાટ પર કરશે ગંગા આરતી

મહાકુંભ 2025: મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે વડાપ્રધાન મોદી

મહાકુંભ 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 5 ફેબ્રુઆરીના રોજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે, અને ત્રિવેણી ઘાટ પર કરશે ગંગા આરતી.

મહાકુંભ 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરી 2025 ના રોજ પ્રયાગરાજમાં મહાકુંભમાં આસ્થાની ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. સ્નાન કર્યા બાદ તેઓ સંગમના કિનારે જ ગંગાની પૂજા કરશે.

મહાકુંભ 2025: મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીનો પ્રયાગરાજ કાર્યક્રમ,

  • વડાપ્રધાન મોદી સવારે 9:10 વાગ્યે નવી દિલ્હીથી રવાના થશે.
  • વડાપ્રધાન 10:05 વાગ્યે પ્રયાગરાજના બમરૌલી એરપોર્ટ પર પહોંચશે.
  • બમરૌલી એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા તેઓ 10:35 વાગ્યે મહાકુંભ જશે.
  • હેલિકોપ્ટર મહાકુંભ ક્ષેત્રના DPS ગ્રાઉન્ડના હેલિપેડ પર લેન્ડ થશે.
  • વડાપ્રધાન મોદી 10:45 વાગ્યે અરેલ ઘાટ પહોંચશે.
  • અરેલ ઘાટથી નિષાદ રાજ ક્રૂઝ પર સવાર થઈને તેઓ સંગમ ઘાટ પહોંચશે.
  • સંગમ ઘાટ પર ત્રિવેણીની ધારામાં તેઓ આસ્થાની ડુબકી લગાવશે.
  • ત્રિવેણી સ્નાન બાદ તેઓ માં ગંગાની પૂજા-અર્ચના કરશે.
  • સંગમ ઘાટ પર જ સંતો-મહંતોના તેઓ આશિર્વાદ લેશે.
  • ત્યારબાદ તેઓ અક્ષયવટમાં દર્શન કરશે.
  • અક્ષયવટ બાદ તેઓ સૂતેલા હનુમાનજીના મંદિરમાં દર્શન કરશે.
  • મહાકુંભ ક્ષેત્રથી નિકળીને DPS ગ્રાઉન્ડથી એરપોર્ટ જશે, ત્યાંથી નવી દિલ્હી રવાના થશે.

મહાકુંભ પહેલા, 13  ડિસેમ્બર 2024 ના રોજ, પ્રધાનમંત્રીએ સંગમ કિનારે ગંગાની આરતી અને પૂજા કરી હતી અને આ મહાકુંભ 2025 ની સફળતાપૂર્વક પૂર્ણતા માટે પ્રાર્થના કરી હતી.

તમને જણાવી દઈએ કે ગયા કુંભ 2019 માં, શ્રદ્ધા અને સંવાદિતા ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ કર્મચારીઓના પગ ધોઈને સામાજિક સંવાદિતાનો સંદેશ પણ આપ્યો હતો. પાંચ કર્મચારીઓ, જેમણે આટલું સન્માન મેળવવાની શક્યતાની કલ્પના પણ નહોતી કરી, તેઓ ત્યારે અવાચક થઈ ગયા; ફક્ત તેમની ભીની આંખો બોલી રહી હતી.

કુંભ નગરીના ગંગા પંડાલના આ દૃશ્યને જોઈને, તે સમયે અન્ય સફાઈ કર્મચારીઓ અને સ્વચ્છાગ્રહીઓની ભાવનાઓ ખૂબ જ વધી ગઈ હતી અને પીએમ મોદીએ પણ તેને તેમના જીવનની સૌથી અવિસ્મરણીય ક્ષણ ગણાવી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment