LRD Constable Written Exam Date: કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર, લોકરક્ષક કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા તારીખ (સંભવિત) જાહેર કરવામાં આવી છે.
LRD Constable Written Exam Date: લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.15.06.2025 (સંભવિત/Tentative) નારોજ યોજાવામાં આવનાર છે.
LRD Constable Written Exam Date – લોકરક્ષક કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા તારીખ
- લોકરક્ષક કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા તારીખ (સંભવિત) જાહેર
- લેખિત પરીક્ષા તા.15.06.2025 (સંભવિત/Tentative)
લોકરક્ષક બોર્ડ દ્વારા થોડા દિવસ આગાઉ જ શારીરિક કસોટીનું રિજલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, એ દિવસથી ઉમેદવારો આ પરીક્ષા તતારીખની રાહ જોઈ રહ્યા હતા. આ તારીખની જાહેરાત લોકરક્ષકની ઓફિશ્યલ વેબસાઈટ પર કરવામાં આવી છે.
અને તેમાં પણ લખવામાં આવી રહ્યું છે કે આ તારીખ સંભવિત છે. ફાઈનલ તારીખ નથી. પણ આ તારીખ જાહેર થવાથી ઉમેદવારો આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા માટે ઉપયોગી નીવડશે.
આ પહેલા ગુજરાત રાજયના 15 કેન્દ્રો પર શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ હતું. જે શારીરીક કસોટી પૂર્ણ થતા, લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જાહેર કરવામાં આવી હતી.