KHEL RATNA AWARD 2024 : મનુ ભાકર અને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર ‘ખેલ રત્ન’થી સન્માનિત કરવામાં આવશે.
પેરિસ ઓલમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચનાર યુવા શૂટર મનુ ભાકર, ગુકેશ સહિત ચાર ખેલાડીઓને “ખેલ રત્ન 2024” એનાયત તેમજ 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાશે
KHEL RATNA AWARD 2024
યુવા બાબતો અને રમત મંત્રાલયે ગુરુવારે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024ણી જાહેરાત કરી. 17 જાન્યુઆરી 2025ના રોજ સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય ભવનમાં આયોજિત થનારા વિશેષ સમારોહમાં એવોર્ડ વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ તરફથી એવોર્ડ આપવામાં આવશે.
ખેલ રત્ન એવોર્ડ 2024
મનુ ભાકર (શુટિંગ)
ઓલમ્પિકમાં બે મેડલ જીતનારી પહેલી ખેલાડી. પેરિસ ઓલમ્પિકમાં તેમજે શૂટિંગમાં આ સિદ્ધિ મેળવી છે.
ડી. ગુકેશ (ચેસ)
ડિસેમ્બર 2024,અ ચેસમાં સૌથી ઓછી ઉંમરના વર્લ્ડ ચેમ્પિયન બન્યો. 1992માં વિશ્વનાથન આનંદ બાદ પહેલીવાર કોઈ ચેસ ખેલાડીને ખેલ રત્ન એવોર્ડ મળશે.
હરમનપ્રીત (હોકી)
ઓલમ્પિકમાં તેમની કપ્તાની હેઠળ પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પ્રવિણ કુમાર (પેરા એથ્લેટિકસ)
પેરિસ પેરાલિમ્પીક 2024માં પુરુષોની ઊંચી કુદમાં ઈતિહાસ રચતા ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ પણ ખાસ વાંચો: આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહી ચેક કરો
નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ 2024 / National Sports Award 2024
મનુએ ઓલિમ્પિક્સ 2024 ની વ્યક્તિગત સ્પર્ધામાં ભારત માટે ધ્વજ લહેરાવ્યો એટલું જ નહીં પરંતુ 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં સરબજોત સિંહ સાથે બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. પેરિસ ઓલિમ્પિકમાં આ બેવડી સફળતા તેને સફળતાની નવી ઊંચાઈઓ પર લઈ ગઈ.
અર્જુન એવોર્ડ 2024 /ARJUN AWARD 2024
1 | જ્યોતિ યારાજી | એથ્લેટિકસ |
2 | અન્નુ રાની | એથ્લેટિકસ |
3 | નીતુ | બોક્સિંગ |
4 | સ્વાતી | બોક્સિંગ |
5 | વંતિકા અગ્રવાલ | ચેસ |
6 | સલીમા ટેટે | હોકી |
7 | અભિષેક | હોકી |
8 | સંજય | હોકી |
9 | જર્મનપ્રીત સિંઘ | હોકી |
10 | સુખજીત સિંઘ | હોકી |
11 | રાકેશ કુમાર | પેરા તીરંદાજી |
12 | પ્રીતિ પાલ | પેરા એથ્લેટિકસ |
13 | જીવનજી દીપ્તિ | પેરા એથ્લેટિકસ |
14 | અજીત સિંહ | પેરા એથ્લેટિકસ |
15 | સચિન સર્જેરાવ ખિલારી | પેરા એથ્લેટિકસ |
16 | ધરમ્બીર | પેરા એથ્લેટિકસ |
17 | પ્રણવ સુરમાં | પેરા એથ્લેટિકસ |
18 | એચ હોકાતો સેમા | પેરા એથ્લેટિકસ |
19 | સિમરન જી | પેરા એથ્લેટિકસ |
20 | નવદીપ | પેરા એથ્લેટિકસ |
21 | નીતિશ કુમાર | પેરા બેડમિન્ટન |
22 | તુલસીમાંથી મુરુગેસન | પેરા બેડમિન્ટન |
23 | નિત્યા શ્રી સુમતિ સિવન | પેરા બેડમિન્ટન |
24 | મનીષ રામદાસ | પેરા બેડમિન્ટન |
25 | કપિલ પરમાર | પેરા જુડો |
26 | મોના અગ્રવાલ | શૂટિંગ |
27 | રૂબીના ફ્રાન્સિસ | શૂટિંગ |
28 | સ્વપ્નીલ સુરેશ કુસલે | શૂટિંગ |
29 | સરબજોત સિંહ | શૂટિંગ |
30 | અભય સિંહ | સ્ક્વોશ |
31 | સાજન પ્રકાશ | સ્વિમિંગ |
32 | શાંતિ | રેસલિંગ |