Kaashi Raaghav Trailer: દીક્ષા જોશી અને જયેશ મોરે અભિનીત ગુજરાતી ફિલ્મ કાશી રાઘવ નું ઓફિશ્યલ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું. 3 જાન્યુઆરી 2025 ના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થશે.
Kaashi Raaghav Trailer: ગુજરાતી ફિલ્મ ‘કાશી રાઘવ’ ની રિલીઝ ડેટ અને ટીઝર લોન્ચ થયા બાદ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. અમદાવાદ પીવીઆર ખાતે ફિલ્મની સ્ટાર કાસ્ટ દીક્ષા જોશી અને જયેશ મોરે તથા રાઇટર- ડિરેક્ટર ધ્રુવ ગોસ્વામી તથા પ્રોડ્યુસર ધનપાલ શાહ સહિત ફિલ્મના અન્ય કલાકારોની હાજરીમાં ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર તથા “ગંગા” સોન્ગ લોન્ચ કરવામાં આવ્યું હતું.
Kaashi Raaghav Trailer
ફિલ્મની મહત્વની સ્ટારકાસ્ટની વાત કરીએતો દીક્ષા જોષી, જયેશ મોરે, શ્રુહદ ગોસ્વામી, પીહુ ગઢવી છે, તેમજ ભરત ઠક્કર, કલ્પના ગાગડેકર, સૌરભ સારસ્વત, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે.
આ પણ ખાસ વાંચો:
- આયુષ્માન વય વંદના કાર્ડ: 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરે છે
- LIC Bima Sakhi Yojana: પ્રધાનમંત્રી મોદીએ ‘બીમા સખી યોજના’ કરાવી પ્રારંભ
વાર્તા અને દિગ્દર્શન ધ્રુવ ગોસ્વામી કરવામાં આવ્યું છે તેમજ ફિલ્મનું સંગીત વત્સલ ગોસ્વામી અને કવન ભટ્ટ દ્વારા આપવામાં આવ્યું છે. અગાઉ રેખા ભારદ્વાજના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ લોરી સોન્ગ “નીંદરું” લોન્ચ કરવામાં આવ્યું હતું અને અત્યંત પ્રખ્યાત જુબિન નૌટિયાલના અવાજમાં ગવાયેલ ગંગા સોન્ગ પણ રિલીઝ કર્યું છે. આ બંને સિંગર્સે પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો છે તે ખરેખર ગર્વની વાત કહેવાય
કાશી રાઘવ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ આ ફિલ્મ જોવા માટેની ઉતુસુકતા વધી જાય તેમ છે, કારણકે આ એક સિનેમેટિક છે, ગુજરાતી ફિલ્મોમાં આવી વાર્તા તમે પેહલી વાર જોશો. આ ફિલ્મની અંદર દીક્ષા જોશી અને જયેશ મોરે દ્વારા ખુબજ સારો અભિનય કરવામાં આવ્યો છે.
ગુજરાતી ફિલ્મ કાશી રાઘવ
આ ટ્રેલરમાં ખુબજ સારો એવો ડાયલોગ કેહવામાં આવ્યો છે જે તમારા દિલમાં રહી જાય તેમ છે. આ ફિલ્મની અંદર તમે ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો સંગમ પણ આ ફિલ્મમાં જોવા મળશે.
આપણું તો હું, ભલા માણહ!
હાથ પકડીને ફેરા ફરવા જેટલે જ.
કોઈ બાઈ કોઈ મરદનો હાથ ઝાલી લે ને,
તો એનો ભવ તારી દે.
ટ્રેલરની અંદર જોવા મળેશે તેમ કાશી (દીક્ષા જોશી) તેની ગુમ થઈ ગયેલી દીકરીને શોધે છે અને પછી શું થાય છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ એક સિનેમેટિક ફિલ્મ છે જેમાં, દીક્ષા “પ્રોસ્ટિટ્યૂટ”ના અલગ જ અવતારમાં જોવા મળશે.