IPL 2025 : એમએસ ધોનીએ શરૂ કરી પ્રેક્ટિસ, આર અશ્વિન પણ સાથે દેખાયા

એમએસ ધોનીએ IPL પ્રેક્ટિસ શરૂ કરી

IPL ચેન્નાઈ સુપર કિંગ્સ : ચેન્નાઈ સુપર કિંગ્સ ઈન્સ્ટાપેજ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં એમએસ ધોની અને આર અશ્વિન સાથે પ્રેક્ટિસ કરતાં નજરે પડી રહ્યા છે.

MS Dhoni Practice Video: 22 માર્ચથી આઈપીએલ શરૂ થઈ રહી છે. જેને લઈને ચેન્નાઈ સુપર કિંગ્સે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સીએસકેએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એમએસ ધોની અને આર અશ્વિન સાથે પ્રેક્ટિસ કરતાં હતા. એમએસ ધોનીને રમતો જોવા માટે ચાહકો ખૂબ ઉત્સાહિત છે.

એમએસ ધોનીએ IPL પ્રેક્ટિસ શરૂ કરી

ચેન્નાઈ સુપર કિંગ્સે આ વખતે છઠ્ઠી વાર ટાઈટલ જીતવાના ઈરાદા સાથે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ધોની, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને અન્ય ખેલાડીઓ ટ્રેનિંગ કેમ્પ માટે ટીમ બેઝમાં સામેલ થઈ ગયા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા આ વીડિયો ઈન્સ્ટાપેજ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી 15 લાખ કરતાં વધારે લોકો લાઈક કરી ચુક્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી પાંચ વાર આઈપીએલની ટ્રોફી જીતી ચુકી છે. એમાં પણ એમએસ ધોની અને આર અશ્વિન સાથે હતા ત્યારે બે વાર ટીમે ટાઈટલ જીત્યું હતું. હવે ફરી એક વાર બંને સાથે એક જ ટીમમાં નજરે પડશે. એમએસ ધોની અનકેપ્ડ ખેલાડી તરીકે રમશે જ્યારે આર અશ્વિને 9.75 કરોડમાં ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો હતો.

Join WhatsApp

Join Now

Leave a Comment