IOCL Recruitment 2025: IOCL માં આવી પરીક્ષા વગર સીધી ભરતી

IOCL Recruitment 2025 – IOCL ભરતી 2025

IOCL Recruitment 2025: IOCL ભરતી 2025 પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો માટે એપ્રેન્ટિસ ભરતી જાહેર કરવામાં આવી છે.

IOCL Recruitment 2025: IOCL ભરતી 2025 માટે પરીક્ષા વગર સીધી ભરતી, ધોરણ 12 પાસ, ડીપ્લોમાં, આઈ.ટી.આઈ, સ્નાતક ડીગ્રી ધરાવતા ઉમેદવાર માટે સોનેરી તક છે. હાલમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા વિવિધ રાજ્યો માટે કુલ 457 એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

IOCL Recruitment 2025 – IOCL ભરતી 2025

સંસ્થાનું નામઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
વેકેન્સી457 (ગુજરાતમાં 84)
એપ્લિકેશન મોડઓનલાઈન
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ3 માર્ચ 2025

ટ્રેડ વાઈઝ જગ્યા

ટ્રેડનું નામજગ્યા
મિકેનિકલ22
ઇલેક્ટ્રીકલ22
ટેલિકોમ્યુનિકેશન21
આસિ. HR7
એકાઉન્ટ7
ડેટા એન્ટ્રી ઓપરેટર2
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર3

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો પાસે માન્ય બોર્ડ, સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં 12મું પાસ / સ્નાતક ડિગ્રી / આઈટીઆઈ ડિપ્લોમા હોવો જોઈએ.

વય મર્યાદા

18 થી 24 વર્ષ

મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને જરૂરી લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.

IOCL ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?

ટ્રેડ એપ્રેન્ટિસ: ડેટા એન્ટ્રી ઓપરેટર (ફ્રેશર એપ્રેન્ટિસ)/ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (કૌશલ્ય પ્રમાણપત્ર ધારકો) આ https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ટેકનિશિયન એપ્રેન્ટિસ: (મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ટેલિકોમ્યુનિકેશન અને ઇન્સ્ટ્રુમેન્ટેશન) માટે https://nats.education.gov.in/student_register.php વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ટ્રેડ એપ્રેન્ટિસ (સહાયક-માનવ સંસાધન/એકાઉન્ટન્ટ) માટે https://nats.education.gov.in/student_register.php વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ત્યારબાદ આ સાઈટ પર https://plapps.indianoilpipelines.in/ એપ્લાય કરવાનું રહેશે.

અરજી કરતા પેહલા ઓફિશ્યલ નોટીફીકેશન અવશ્ય વાંચી લેવી.

IOCL Recruitment 2025 PDF File

IOCL bharti notification pdf.pdf
IOCL Recruitment 2025: IOCL માં આવી પરીક્ષા વગર સીધી ભરતી 2

Join WhatsApp

Join Now

Leave a Comment