Indian Women vs Ireland Women : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. આયરલેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ODI ક્રિકેટમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. વન-ડે મેચમાં આયર્લેન્ડ મહિલા ટીમને 304 રનથી હરાવી અને ક્લીન સ્વીપ સાથે શ્રેણી 3-0થી જીતી લીધી છે. આ
- ભારતીય મહિલા ટીમે તેનો સર્વોચ્ચ ODI સ્કોર બનાવ્યો
- ભારત વનડેમાં 400થી વધુ રન બનાવનારી પ્રથમ એશિયન ટીમ બની છે
- ભારત તરફથી સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે શાનદાર સદી ફટકારી હતી
Indian Women vs Ireland Women
IND-W vs IRE-W: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. આયરલેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ODI ક્રિકેટમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 435 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપમાં ભારતની દીકરીઓએ પણ પુરૂષ ટીમના રેકોર્ડ તોડી નાખ્યા છે. ODI ક્રિકેટમાં પુરૂષ ટીમે 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમતી વખતે 50 ઓવરમાં 418 રન બનાવ્યા હતા, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર હતો. જોકે હવે આ રેકોર્ડ મહિલા ટીમે તોડી નાખ્યો છે.
ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રાજકોટના મેદાન પર ઈતિહાસ રચ્યો છે. સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની તોફાની બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાએ ODI ક્રિકેટમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. ભારતની દીકરીઓએ પુરુષ ટીમનો 14 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ સ્મૃતિ મંધાનાના 135 રન અને પ્રતિકા રાવલના 154 રનની યાદગાર ઈનિંગ્સના આધારે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડ પર 435 રન બનાવ્યા હતા. આ પહેલા વર્ષ 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમતી વખતે મેન્સ ટીમે 5 વિકેટ ગુમાવીને કુલ 418 રન બનાવ્યા હતા.
વન-ડે ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમની સૌથી મોટી જીત
આયર્લેન્ડ સામે – 304 રનથી જીત, વર્ષ 2025આયર્લેન્ડ સામે – 249 રનથી જીત, વર્ષ 2017વેસ્ટ ઇન્ડીઝ સામે – 211 રનથી જીત, વર્ષ 2024પાકિસ્તાન સામે – 207 રનથી જીત, વર્ષ 2008
મંધાના-પ્રતિકાની વિસ્ફોટક ઈનિંગ
સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે વિસ્ફોટક ઈનિંગ રમી હતી. બંનેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 233 રનની ભાગીદારી કરી હતી. મંધાનાએ 80 બોલનો સામનો કરીને 135 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જ્યારે પ્રતિકાએ 129 બોલમાં 154 રન બનાવ્યા હતા. પ્રતિકાની ODI ક્રિકેટમાં પણ આ પ્રથમ સદી છે. આ ઇનિંગ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 2 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.
દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી
આ પછી આયર્લેન્ડ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. જ્યારે ગેબી લુઇસ માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. કુલ્ટર રેલી પણ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા. ઓર્લા પ્રેન્ડરગાસ્ટે 36 રનનું યોગદાન આપ્યું. સારાહ ફોર્બ્સે 41 રન બનાવ્યા. બાકીના બેટ્સમેન રન બનાવવામાં નિષ્ફળ રહ્યા. ભારતીય બેટ્સમેન પછી બોલરોએ પણ સારું પ્રદર્શન કર્યું. દીપ્તિ શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. તેના સિવાય તનુજા કવરે બે વિકેટ લીધી. તિતસ સાધુ, સયાલી સતઘરે અને મીની મણિએ એક-એક વિકેટ લીધી.