India Women Vs Australia Women 1st ODI Live Score Updates : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને આજની પ્રથમ વન-ડે બ્રિસબેનના ઍલન બૉર્ડર ફીલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેટિંગ પસંદ કરી છે.
India Women Vs Australia Women 1st ODI Live Score Updates : લેટેસ્ટ માહિતી મુજબ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 42/2 (11) સ્કોર છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયન ટીમ વચ્ચે 5 ડિસેમ્બરથી 3 ODI મેચોની શ્રેણી રમવાની છે.
India Women Vs Australia Women 1st ODI Live Score Updates
સ્મ્રીતી મંધાના 10 બોલમાં 8 રન બનાવીને મેગન સ્કટનો શિકાર બની હતી તેમજ પ્રિયા પુનિયા પણ 17 બોલમાં 3 રન બનાવીને તેનોજ શિકાર બની હતી. મેગન 4 ઓવર માં 18 રન આપીને બે વિકેટ ઝડપી છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચમાં જ ખરાબ શરૂઆત કરી છે.
આ પણ ખાસ વાંચો:
- સોઇલ હેલ્થ કાર્ડ યોજના : “સ્વસ્થ ધરા, ખેત હરા”ના મૂળમંત્રને ચરિતાર્થ કરતી “સોઇલ હેલ્થ કાર્ડ યોજના”
- ગુજરાત વ્હાલી દીકરી યોજના : ગુજરાત સરકાર આપી રહી છે 1,10,000 રૂપિયા જાણો કેવી રીતે કરશો અરજી
આ શ્રેણીની વાત કરીએ તો શરૂઆતની બે વન-ડે ક્રિકેટ મેચ બ્રિસબેનના ઍલન બૉર્ડર ફીલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે, જ્યારે અંતિમ વન-ડે પર્થના વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયન ક્રિકેટ અસોસિએશનના સ્ટેડિયમમાં રમાશે. ભારતીય વિમેન્સ ટીમ ઑસ્ટ્રેલિયાની ધરતી પર છેલ્લે ઑક્ટોબર 2021 માં ઇન્ટરનૅશનલ ક્રિકેટ મેચ રમી હતી.
Two ODI debutants: Georgia Voll and Titas Sadhu
— ESPNcricinfo (@ESPNcricinfo) December 5, 2024
Which side will go 1-0 up in the series? https://t.co/Sp67vtSk6E #AUSvIND pic.twitter.com/PsQMboLv2w
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. તો બીજી તરફ મહિલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયન ટીમ સામે 3 ODI મેચોની શ્રેણી રમવાની છે. આ મેચો બંને ટીમો વચ્ચે બ્રિસબેન અને પર્થમાં 5 થી 11 ડિસેમ્બર દરમિયાન રમાશે.
આ શ્રેણી ICC મહિલા ચેમ્પિયનશિપનો એક ભાગ છે. પરંતુ આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાની ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. BCCIએ ઈજાગ્રસ્ત યાસ્તિકા ભાટિયાના સ્થાને અન્ય ખેલાડીના નામની જાહેરાત કરી છે.