India vs England Test Series 2025: ભારત Vs ઈંગ્લેન્ડ વચ્ચે યોજાનાર 5 ટેસ્ટ સીરીઝનો કાર્યક્રમ જાહેર

India vs England Test Series 2025

India vs England Test Series 2025: ભારત આવતા વર્ષે ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડશે, BCCI દ્વારા ભારત Vs ઈંગ્લેન્ડ વચ્ચે યોજાનાર 5 ટેસ્ટ સીરીઝનો કાર્યક્રમ જાહેર કર્યો.

India vs England Test Series 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, BCCI અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ગુરુવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2025માં યોજાનારી ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ અત્યારથી જાહેર કરી દીધો છે. ભારત આવતા વર્ષે એટલે કે 2025માં 5 ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે ઇંગ્લેન્ડ જશે.

India vs England Test Series 2025
India vs England Test Series 2025

મહત્વની વાત એ છે કે BCCI દ્વારા જે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે તે પોસ્ટરમાં રોહિત શર્મા દેખાઈ રહ્યો છે. તો એ પરથી કહી શકાય કે 2025માં ઈંગ્લેન્ડમાં યોજાનાર ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્મા કેપ્ટન્સી કરશે.

ભારત Vs ઈંગ્લેન્ડ વચ્ચે 2025માં યોજાનાર ટેસ્ટ શ્રેણીની શરૂઆત પ્રથમ ટેસ્ટ મેચ 20 જુનથી થશે, અને પાંચમી ટેસ્ટ 31 જુલાઈથી 4 ઓગષ્ટ સુધી રમાશે.

India vs England Test Series 2025 Schedule

https://twitter.com/BCCI/status/1826545160781791537
ભારત Vs ઈંગ્લેન્ડ વચ્ચે યોજાનાર 5 ટેસ્ટ સીરીઝનો કાર્યક્રમ
  • પ્રથમ ટેસ્ટ મેચ – 20 જૂનથી 24 જૂન – લીડ્ઝ
  • બીજી ટેસ્ટ મેચ – 2 જુલાઈથી 6 જુલાઈ – બર્મિંગહામ
  • ત્રીજી ટેસ્ટ મેચ- 10મી જુલાઈથી 14મી જુલાઈ – લોર્ડ્સ, લંડન
  • ચોથી ટેસ્ટ મેચ – 23 જુલાઈથી 27 જુલાઈ – માન્ચેસ્ટર
  • પાંચમી ટેસ્ટ મેચ – 31 જુલાઈથી 4 ઓગસ્ટ – લંડન

આ પેહલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 2021 માં ટેસ્ટ સીરીઝ યોજાઈ હતી, જેમાં ભારત 2-1 થી આગળ હતું. ત્યારબાદ કોવીડ – 19 ના કારણે ટેસ્ટ શ્રેણી સ્થગિત કરવામાં આવી હતી, ત્યાર પછી 4 થી ટેસ્ટ મેચ 2022 માં યોજાઈ હતી જે ઇંગ્લેન્ડે સાત વિકેટે જીતી હતી અને શ્રેણી 2-2 થી ડ્રો રહી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment