IND vs NZ 1st Final Match: રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમને 4 વિકેટથી હરાવીને ત્રીજી વખત આ ટ્રોફી જીતવામાં સફળતા મેળવી છે.
IND VS NZ Champions Trophy FINAL 2025
IND VS NZ : રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમને 4 વિકેટથી હરાવીને ત્રીજી વખત આ ટ્રોફી જીતવામાં સફળતા મેળવી છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ ટાઇટલ મેચમાં ટોસ જીતીને ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારબાદ તેઓ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવવામાં સફળ રહ્યા.
લક્ષ્યનો પીછો કરતી વખતે રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ ભારતીય ટીમને શાનદાર શરૂઆત આપી હતી, પરંતુ તે પછી અચાનક વિકેટો પડી જવાથી કિવી ટીમે મેચમાં વાપસી કરી હતી.જોકે, અંતે કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાની જોડીએ સાવધાનીપૂર્વક રમીને ટીમને જીત તરફ લઈ ગયા પરંતુ ભારતીય ટીમને જીત માટે 11 રનની જરૂર હતી તે પહેલાં હાર્દિક 18 રન બનાવીને આઉટ થઈ ગયો. આ પછી કેએલ રાહુલ રવિન્દ્ર જાડેજા સાથે મળીને ભારતીય ટીમને 49 ઓવરમાં વિજય અપાવીને પરત ફર્યા હતા
ભારતની ઐતિહાસિક જીત
આ જીત ભારત માટે ખૂબ જ ખાસ છે કારણ કે તેણે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. અગાઉ 2002માં સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ભારત સંયુક્ત વિજેતા બન્યું હતું, જ્યારે ટ્રોફી શ્રીલંકા સાથે વહેંચવાની હતી. તે પછી મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમે 2013માં આ ખિતાબ જીત્યો અને હવે રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ કમાલ થયો છે. આ સાથે જ રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતનો ત્રીજો કેપ્ટન બની ગયો છે.
પ્રથમ વખત બન્યું આવું
ભારત ત્રણ વખત ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર પ્રથમ દેશ બન્યો છે. અત્યાર સુધી કોઈ ટીમ આ સિદ્ધિ મેળવી શકી નથી. ગાંગુલી, ધોની અને રોહિતની કપ્તાનીમાં ભારતે આ જીતીને ઈતિહાસ રચ્યો હતો.